સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં તારીખ ૨૩/ ૧૨/ ૨૨ ના રોજ એન .એસ. એસ. નો વન-ડે કેમ્પ યોજાયો, જેમાં સમગ્ર બિલ્ડીંગ તથા કમ્પાઉન્ડની સઘન સફાઈ હાથ ધરવામાં આવી. કાર્યક્રમને સફળ બનાવવામાં એન .એસ .એસ પ્રોગ્રામ ઓફિસર પ્રા.છાયાબેન શાહ , પ્રા. ડો. હરિતાબેન જોશી , પ્રા.ડો. રુકસાનાબેન કુરેશી, પ્રા.કે.બી.પટેલ, ડો. જાગૃતિબેન રાઠોડ , રેખાબેન દેસાઈ, ખુશ્બુબેન બગડા, જીજ્ઞાબેન બગડા, અંતુભાઈ બગડા તથા એન.એસ .એસની સ્વયંસેવિકા બહેનોએ સક્રિય સહયોગ આપી અને સમૂહ ભાવનાથી કામ કરી કોલેજના સમગ્ર પરિસરને સ્વચ્છ બનાવ્યું. કાર્યક્રમના આયોજનમાં પ્રિન્સિપાલ શ્રી ડી .એલ. ચાવડા સાહેબે માર્ગદર્શન પૂરું પાડ્યું


