*દેવસ્થાન ટ્રસ્ટ – કેડેટોને અભિનંદન અને તેમની આ પ્રવૃતિ ભારત માતાની સેવામાં જોડાય તેવી આશા સખે છે.*
35 GUJ BN NCC B.K. ધ્વારા બનાસકાંઠાની મોટાભાગની કોલેજો અને સ્કૂલોમાં એન.સી.સી.ના યુનિટ ચાલે છે . તે મુજબ શૈક્ષણિક વર્ષ – ૨૦૧૮–૧૯ થી શ્રી અંબાજી કોમર્સ કોલેજ , અંબાજીને એન.સી.સી.નું ઓપન વેકેન્સી તરીકેનું યુનિટ આપવામાં આવેલ હતું ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨–૨૩ માં પણ શ્રી અંબાજી કોમર્સ કોલેજને કુલ ૧૮ કેડેટની ઓપન વેકેન્સીથી ભરતી કરવામાં આવેલ.
35 GUJ BN NCC B.K. ધ્વારા દર વર્ષે ‘ બી ‘ અને ‘ સી ‘ સર્ટીના કેમ્પનું આયોજન કરવામાં આવે છે . તેમાં કેડેટોને આર્મીની ટ્રેનીંગ તેમજ અન્ય માહિતી આપવામાં આવે છે . કેમ્પ દરમ્યાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન તેમના ધ્વારા કરવામાં આવે છે. શ્રી અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના કેડેટોએ પોતાનું યોગદાન આપેલ . જેમાંથી ૩ ગોલ્ડ મેડલ અને ૯ સીલ્વર મેડલ એન.સી.સી.ના કેડેટોએ મેળવીને શ્રી અંબાજી આર્ટસ , કોમર્સ અને બી.સી.એ. કોલેજનું ગૌરવ વધારેલ છે . તે બદલ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ પરિવાર તમામ કેડેટોને અભિનંદન પાઠવે છે અને તેમની આ પ્રવૃતિ ભારત માતાની સેવામાં જોડાય તેવી આશા સખે છે .
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*
Attachments area


