સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાની શ્રી ગાધકડા પ્લોટ પ્રાથમિક શાળા ખાતે અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ચાલતા ડિજિટલ ઇક્વિલાઇઝર પ્રોગ્રામ અંતર્ગત દીપ શાળા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ સાતના તમામ વિદ્યાર્થી ઓને તથા શિક્ષકોને ટેબલેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ તાલુકા પંચાયતના સભ્ય શ્રી જીતુભાઈ કાછડીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રવીણભાઈ હિરાણી, જીતુભાઈ ખુમાણ, બાલુભાઈ ,ભરતભાઈ હનુભાઈ તથા A.I.F ના કોર્ડીનેટર વિનોદભાઈ ,અરમાન ભાઈ, દીપકભાઈ તથા એસએમસીના સભ્યો હાજર રહેલ હતા. આ તકે શાળાના આચાર્યશ્રી પિયુષભાઈ જોશી તથા સમગ્ર સ્ટાફગણ દ્વારા દીપશાળા પ્રોજેક્ટના દાતા શ્રી ભરતભાઈ દેસાઈ અને સંવિદ વેન્ચર્સ નો આભાર વ્યક્ત કર્યો.


