મકસુદ કારીગર,કઠલાલ
શ્રી ડી કે સોઢા ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ ચાંપાજીમુવાડી તાલુકો નડિયાદ ના ટ્રસ્ટી દલપતસિંહજી સોઢા દ્ધારા ચાંપાજીનીમુવાડી તેઓની શાળામાં શ્રીમતિ પલકબેન સોઢા બી એ બી એડ ગોલ્ડમેડલ રહે ચાંપાજીનીમુવાડી તથા રમશાખાન ફિરોજખાન પઠાણ ફુડ એન્ડ ન્યૂટીશન ગોલ્ડ મેડલ રહે અલીણા તથા ગોરધનભાઈ પ્રજાપતિ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલ વિજેતા રહે નાનીખડોલ હાલ નડિયાદ તથા યાસમિનાબેન ફીરોજભાઈ મલેક ચિત્રકલામાં તાલુકામાં શ્રેષ્ઠ રહે નાનીખડોલ તાલુકો મહુધા તેમજ નડિયાદ તથા મહુધા તાલુકામાં નવનિર્મિત સરપંચશ્રીઓનો સન્માન કાર્યક્રમ કિરણસિંહજી મહારાજ મુખ્ય મહેમાન ડૉ જયદીપસિંહજી ડાભી ના અતિથિવિશેષ પદે યોજાયેલ આ કાર્યક્રમ માં ગામજનો તથા વિશેષ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિ રહ્યા હતા.


