સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી નિવાસી અંધવિદ્યાલય થોરડી ખાતે “બ્લેસિંગ ગ્રૂપ” પીપાવાવ પોર્ટનાં કર્મચારી મિત્ર મંડળ દ્વારા અંધ વિદ્યાર્થીઓ તેમજ લોકવિદ્યા મંદિર થોરડીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ગરમ બ્લેન્કેટનું દાન આપવામાં આવેલ. આ ગૃપ એક ઉત્તમ કાર્ય કરી રહ્યું છે બ્લેસિંગ ગ્રુપનાં દરેક સભ્યો દર મહિને પોતાના પગારમાંથી ૫૦૦ રૂપિયા જેવી રકમ આ ગ્રુપ દાનમાં આપી જરૂરિયાતમંદોને સહાય પહોંચાડવાનું કામ કરે છે.આ ગૃપનાં સમગ્ર ભાઈઓનો તેમની આવી સેવાકીય પ્રવૃત્તિઓ બદલ શાળા સંસ્થા દ્વારા હ્રુદયથી આભાર પણ માનવામાં આવેલ.


