સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ તારીખ ૬ ઓગસ્ટ ૨૯૨૨ના રોજ શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ અને શ્રી એ. કે. ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ- સાવરકુંડલા ખાતે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત સામુહિક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 9 અને ધોરણ ૧૦ ની ૪૦૦ વિદ્યાર્થીની બહેનોએ તિરંગાનું ચિત્ર દોરી કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારબાદ તિરંગો હાથમાં લઇ માર્ચ કરવામાં આવેલ .આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનુ સફળ સંચાલન શ્રી યોગેશ્વર ભાઈ તેરૈયા, શ્રી પ્રકાશભાઈ જાની તેમજ શ્રી મેહુલભાઈ મહેતાએ કરેલું હતું તેમજ શાળાના પ્રિન્સિપાલ શ્રી વર્ષાબેન ખખ્ખર સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન આપેલ તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર જહેમત ઉઠાવી હતી. આવા સુંદર કાર્યક્રમ કરવા બદલ ચોતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

