સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં વેંદનાને વ્હાલ કરી જીવનમાં સેવાને સ્થાન આપનાર સાવરકુંડલા લીલીયા વિસ્તારના લોકોના હ્રદય સમ્રાટ, અને મેડિકલ ક્ષેત્રે અસંખ્ય દર્દી નારાયણની સેવા કરનાર અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા સાવરકુંડલા ખાતે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં રૂપિયા ૧,૫૧,૦૦૦ નું અનુદાન આપવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરીયા, શહેર ભાજપ મહામંત્રી શ્રી રાજુભાઈ નાગ્રેચા, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી નિતીનભાઇ નગદીયા, શહેર યુવા ભાજપ પ્રમુખશ્રી અનિરુદ્ધસિંહ રાઠોડ, તાલુકા યુવા ભાજપ પ્રમુખ શ્રી મહેશભાઈ ભાલાળા, શહેર યુવા ભાજપ મહામંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ જોષી, જિલ્લા ભાજપ માલધારી પ્રમુખ શ્રી મયુરભાઈ રબારી, અમરેલી જિલ્લા વેપારી સેલના કન્વીનર શ્રી સંદીપભાઈ ભટ્ટ, શેર ભાજપ કિસાન મોરચાના પ્રમુખશ્રી પ્રાગજીભાઈ, ભાજપ મંત્રી શ્રી ચંપુભાઈ ધાધલ, શહેર ભાજપ મંત્રી શ્રી અમિતભાઈ પંડ્યા, નગરપાલિકા સદસ્યશ્રી કિશોરભાઈ બુહા, ભુપતભાઈ પાનસુરીયા તથા ભાજપ અગ્રણી શ્રી પોપટભાઈ બુહા સહિતના આગેવાનો ઉપસ્થિત થયા હતા. આ તકે સુરેશ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં જેમની નોંધ લેવાયેલ છે તેવું અમારા સાવરકુંડલાનું ગૌરવ એટલે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર આ દર્દી નારાયણની સેવા કરતી સંસ્થા અમારા સાવરકુંડલાના શિલ્પી શ્રી લલ્લુબાપા શેઠને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પછી હું મારા આદર્શ માનું છું આજે આ સંસ્થામાં આવી આ સંસ્થાની સેવા કરી ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું.


