Gujarat

શ્રી વિનય મંદિર હાઇસ્કુલ કેવદ્રા ખાતે શિક્ષક દિવસ ઉજવાયો

કેશોદ તાલુકાના કેવદ્રા ગામે  વિનય મંદિર હાઇસ્કુલ ખાતે શિક્ષક દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રી વિનય મંદિર હાઈસ્કૂલ કેવદ્રા ખાતે ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓએ શિક્ષક, આચાર્ય, પટાવાળા વગેરે પાત્ર ભજવી શિષ્તબધ રીતે ઉજવણી કરાઈ હતી એ જ રીતે શ્રી પે.સેન્ટર શાળા કેવદ્રા ખાતે પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર અધ્યયન સાથે શિક્ષક દિવસ ઉજવ્યો હતો. શાળાના શિક્ષકો અને આચાર્યના માર્ગદર્શક હેઠળ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો. આપણા દેશમાં શિક્ષક દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 1962માં ડૉ. રાધાકૃષ્ણનના રાષ્ટ્રપતિ બનવા સાથે થઈ હતી. દર વર્ષે 5મી સપ્ટેમ્બરે, સમગ્ર દેશમાં શિક્ષકોના સન્માનમાં શિક્ષક દિન ધામધૂમથી ઉજવવામાં આવે છે. દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ફક્ત શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ખાસ છે. શિક્ષક દિન નિમિત્તે દેશભરની શાળાઓ અને કોલેજોમાં શિક્ષકોના સન્માનમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. એક તરફ, ભારતમાં 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે, જ્યારે સમગ્ર વિશ્વમાં 5મી ઓક્ટોબરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.
અહેવાલ :- નરેશ રાવલીયા કેશોદ

IMG-20220905-WA0206.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *