ગાંધીનગર
ગાંધીનગરના પરિશ્રેત્ર વન અધિકારીશ્રીની કચેરી, સંશોધન મદદનીશ રેન્જ, સંશોધન વિભાગ, સેકટર-૩૦, ગાંધીનગર વન સંશોધન સંકુલ, ગાંધીનગરમાં આજ રોજ તા.૦૧-૦૬-૨૦૨૨ના રોજ અમદાવાદના દિપક વી. પંડિત આ વનસંશોધન કેન્દ્ર, સેક્ટર ૩૦, ગાંધીનગર ખાતે રોપા લેવા (ખરીદવા) આવેલ હતા. ત્યારે વન સંશોધન કેન્દ્રના અધિકારીઓ હાર્દિક પટેલ, અમિતસિંહ ચાવડા અને બી.સી. બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા કહેવામાં આવ્યું કે, રોપા વિતરણ તા. ૦૫-૦૬-૨૦૨૨થી શરૂ કરવામાં આવશે.
આથી દિપક વી. પંડિત દ્વારા આ ઉપરોક્ત ત્રણેય અધિકારીઓને ૫ જૂનથી ૨૦૨૨થી રોપા વિતરણ માટેનો સરકારી પરિપત્ર માંગેલ. પરંતુ દોઢ કલાક સુધી કોઈપણ જવાબ આપેલ નહીં કે નહીં પરિપરત્ર બતાવવામાં આવેલ નહીં એમાં પણ બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા કહેવામાં આવ્યું કે, આવો પરિપત્ર કંઈ હાથવગો ના હોય…
ઉપરાંત સરકારી વિભાગમાં રાખવામાં આવતી કંમ્પ્લેન બુક માંગવામાં આવતા કંમ્પ્લેન બુક પણ રાખેલ નથી અને બુકનો આગ્રહ કરતા કામચલાઉ નવો ચોપડો કાઢીને તેમાં કંમ્પ્લેન કરવાનું કહેવામાં આવ્યું. આથી દિપક વી. પંડિત દ્વારા નવા ચોપડામાં કંમ્પ્લેન લખવામાં આવી હતી.
આ સમગ્ર પ્રકરણમાં સરકારી વિભાગની કેટલી મોટી ગંભીર બેદરકારી સામે આવી હતી. આથી આમાં ખૂબ ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવે તેવી દિપકભાઈ દ્વારા વિનંતી કરવામાં આવી હતી.