Gujarat

સંખેડા ખાતે રૂા. ૩૫.૮૭ કરોડના રસ્તાઓના

નવીનીકરણ અને મજબુતીકરણના કામોનું ભૂમિપૂજન કરાયું

માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન,
પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે કરાયું ભૂમિપૂજન

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે રાજયના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે રૂા. ૩૫.૮૯ કરોડના ખર્ચે નવીનીકરણ અને મજબુતીકરણ થનારા રસ્તાઓનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
ડી.બી. પારેખ હાઇસ્કૂલ ખાતે યોજાયેલા ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી પૂર્ણેશ મોદીએ સારી પરિવહન વ્યવસ્થા વિકાસનો મુળભૂત આધાર છે એમ કહી તેમણે રાજય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનો વિગતે ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે, આગામી છ માસ દરમિયાન સમગ્ર રાજયમાં ૧૨૨૦૦ કરોડના રોડ રસ્તાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે એમ જણાવી તેમણે રાજય સરકાર દ્વારા આગામી સમયમાં હાથ ધરવામાં આવનારા વિવિધ પ્રોજેકટો અંગે વિગતવાર જાણકારી આપી હતી.
આ ઉપરાંત તેમણે દક્ષિણ અને મધ્ય ગુજરાતના ખેડૂતો તેમના ખેત ઉત્પદનો દેશના ખૂણે ખૂણે પહોંચાડી શકે એ માટે અંકલેશ્વર ખાતે રૂા. ૧૦૦ કરોડના ખર્ચે કાર્ગો એર સ્ટ્રીપનું નિર્માણ કરવામાં આવશે એમ જણાવી તેમણે રાજયના આદિજાતિ વિસ્તારમાં ચોમાસા દરમિયાન સંપર્ણ વિહોણા થઇ જતા ૨૯૫ ગામોની ઓળખ કરવામાં આવી છે. આ ગામોને ચોમાસા દરમિયાન તકલીફ ન પડે એ માટે રૂા. ૩૦૦ કરોડના વિયર કમ કોઝ-વે બનાવવા આવશેએમ કહી તેમણે રાજયના ૪૧૪ એવા ગામો છે કે જયાં રસ્તાની સુવિધા નથી એવા ગામોમાં ૫૦૦ કરોડના ખર્ચે રસ્તાઓ બનાવવામાં આવશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
વધુમાં તેમણે ગુજરાત સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને સાપુતારા તેમજ દાહોદ સાથે જોડવા માટેનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ બનાવવામાં આવ્યો છે એમ જણાવી એસ.ટી. વિભાગની કામગીરી અંગે જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે, એસ.ટી.માં રોજ ૨૫ લાખ લોકો મુસાફરી કરે છે એમ જણાવી નાગરિકોની સુવિધા માટે સરકાર ખોટ ખાઇને પણ એસ.ટી બસોનું સંચાલન કરી રહી છે એમ જણાવ્યું હતું.
રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી સુશ્રી નિમિષાબેન સુથારે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, સમાજના તમામ વર્ગોનો સમતોલ વિકાસ થાય એ માટે સરકાર કટિબદ્ધ છે. આદિવાસીના સમાજના માટેની વનબંધુ કલ્યાણ યોજનાએ આદિવાસી વિસ્તારની કાયાપલટ કરી છે એમ જણાવી તેમણે પ્રજાહિત માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે એમ ઉમેરી આદિવાસી વિસ્તારમાં મોબાઇલ કનેકટીવીટી માટે સરકારે ૫૦૦ મોબાઇલ ટાવર ઉભા કરવા માટે સો કરોડની જોગવાઇ કરી છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કાર્ડ કઢાવી લેવા અનુરોધ કરી તેમણે આદિવાસી સમાજના બાળકો માટે બિરસા મુંડા રેસીડેન્સિયલ સ્કૂલ ઓફ એકસીલેન્સ શરૂ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલે પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરી રાજય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંગે જાણકારી આપી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, સંખેડા વિધાનસભા મતવિસ્તારમાં રૂા. ૪૦૦ કરોડના કામો કરવામાં આવ્યા છે એમ કહી તેમણે આગામી સમય દરમિયાન કરવામાં આવનારા વિવિધ વિકાસ પ્રકલ્પો અંગે જાણકારી આપી હતી.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા અધિક્ષક ઇજનેર એસ.જે.પટેલે કાર્યક્રમનો આશય સ્પષ્ટ કર્યો હતો. કાર્યક્રમની આભારવિધિ કાર્યપાલક ઇજનેર આર.એ.રાઠવાએ આટોપી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘ, પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંતભાઇ વસાવા, મહામંત્રી રાજેશભાઇ પટેલ, ધર્મેન્ક્ષ્દ્રસિંહ પરમાર, અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆ, ગામના સરપંચ, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220521-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *