Gujarat

સંખેડા ના ભાટપુર ગામે તડવી યુવા સંગઠન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨મા ઉત્તીર્ણ થયેલા 250 વિદ્યાર્થીઓનું ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માન કરાયું

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ભાટપુર ગામે તડવી યુવા સંગઠન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨મા ઉત્તીર્ણ થયેલા 250 વિદ્યાર્થીઓનું ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માન કરાયું
આયોજન દ્વારા બાળકોને શિક્ષણ ની સાથે સારું ભણે અને જીવનમાં આગળ કંઈ બને સમાજ આગળ આવે અને બાળકોનો ઉત્સાહ વધાવવામાં આવ્યો હતો
 તડવી યુવા સંગઠન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પહેલીવાર ઉત્સાહની સાથે આયોજન કરવામાં આવ્યું હતું આ તડવી યુવા સંગઠન તાલુકામાં ઘણું મજબૂત અને એક્ટિવ હોય સમાજ માટે અને સમાજની દરેક સેવાઓ કરવા માટે હર હંમેશ સમાજને પરખે ઉભુ રહ્યું છે અને સમાજને બહુ જ મદદરુપ થઇ રહ્યું છે
 તડવી યુવા સંગઠન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આ પહેલું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો નું સન્માન કરવામાં આવ્યું હતું અને બાળકોના માતા-પિતા દ્વારા પણ તેઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220627-WA0072.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *