વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભાની બેઠકો પરથી ભાજપના બે બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જેમાં છોટાઉદેપુર વિધાનસભાની બેઠક પરથી કોંગ્રેસમાંથી આવેલા રાજેન્દ્રસિંહ રાઠવા ની ટિકિટ મળી છે અને સંખેડા વિધાનસભાની બેઠક પર અભેસિંગ તળવી ને રીપીટ કરવામાં આવ્યા છે મોહન સિંહ રાઠવા શહીત પરિવાર સાથે ભાજપ જોઇન કરેલા રાજેન્દ્રસિંહ રાઠવા ને છોટાઉદેપુર વિધાનસભાની ટિકિટ મળતા છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો છે
છોટાઉદેપુર જિલ્લાની કુલ ત્રણ બેઠક પૈકી 2 બેઠકની ટિકિટ જાહેરાત થતા ભાજપ દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવી ગયો છે હજુ પાવીજેતપુર વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ અને ભાજપ દ્વારા નામ જાહેર ન કરાતા અનેક તર્ક વિતર જોવા મળી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


