જુનાગઢ જિલ્લાના ખમીરવંતા યુવાનો સંરક્ષણક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા હેતુસર સરકારશ્રી દ્વારા સંરક્ષણ ભરતી પૂર્વે નિવાસીતાલીમ વર્ગ યોજના અમલીકૃત છે. ઓક્ટોમ્બર- ૨૦૨૨માં રાજકોટ ખાતે થલસેના ભરતી રેલી યોજાનાર છે. જેમાં જુનાગઢ જિલ્લાના યુવાનો શ્રેષ્ઠ દેખાવ કરી શકે અને પસંદગીના તમામ તબક્કાઓ ઉતિર્ણ કરી રાષ્ટ્ર સેવામાં જોડાય શકે તેવા હેતુસર નિવાસી તાલીમ વર્ગનું આયોજન રાષ્ટ્રવીરશ્રી છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય (પીટીસી) જુનાગઢ ખાતે કરવામાં આવનાર છે. આ તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક યુવાનોએ આગામી તા.૨૨/૦૯/૨૦૨૨ના રોજ સવારે ૦૭:૦૦ કલાક સુધીમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પરેડ ગ્રાઉન્ડ ખાતે પસંદગી કસોટીમાં સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે.પસંદગી માટે ઉપસ્થિત થનાર યુવાનોએ થલસેના ભરતી રેલી માટે ઓનલાઈન અરજી કરેલ અરજીની નકલ ,આધારકાર્ડની નકલ,પાનકાર્ડની નકલ,પાસપોર્ટસાઈઝફોટોગ્રાફ નંગ-૨ તેમજ એન.સી.સી.નું પ્રમાણપત્ર ધરાવતા હોય તો તેની નકલ સાથે રાખવી ફરજીયાત છે. પસંદગી પ્રક્રિયામાં ૧૬૦૦ મીટર દોડ અને ઊચાઇ,છાતીતેમજ વજનની નિયમોનુસાર ચકાસણી કરવામાં આવશે.થલસેના ભરતી રેલી-૨૦૨૨માં અરજી કરેલ હોય તેવા યુવાનોને જ પસંદગી પ્રક્રિયામાંસમાવેશ કરવામાં આવશે.વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરીના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
