શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ/ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા રાજય/ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા અંગે ડ્રાઇવ આપેલ હોય તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે શ્રી પી.બી.લક્કડ સાહેબ પો.સબ.ઇન્સ, પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્રારા સગીરવયની બાળાના અપહરણના ગુન્હામાં છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને તથા ભોગબનનારને મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના ગજડી ગામેથી ચોક્કસ બાતમી આધારે પકડી પાડેલ. આ કામે આગળની કાર્યવાહી થવા સારૂ મજકુર ઇસમ તથા ભોગબનનારને અમરેલી તાલુકા પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.
*પકડાયેલ કેદી*
સૌના ઉર્ફે સેના નાનચુ વાસકલા (આદીવાસી) ઉ.વ.૩૯, ધંધો-મજુરી, રહે.મુળ-થાંદલા તા.ઉજાગઢ જી.જાંબુવા.
*ગુન્હાની વિગત*
આ કામે મજકુર આરોપીએ આશરે ચૌદ વર્ષ પહેલા આ કામના ભોગબનનારને બદઇરાદે અપહરણ કરી ગુન્હો આચરેલ અને આજદિન સુધી ફરાર રહેલ.
આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લક્કડ સાહેબ પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ એ રીતેના જોડાયેલ હતા.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી
Attachments area

