Gujarat

સત્તા ન મળી એટલે નીતિન ઢાંકેચા ખોટાં આક્ષેપો કરે છે ઃ ચેરમેન જ્યેશ બોધરા

રાજકોટ
પૂર્વ મંત્રી જયેશ રાદડિયા સામે ભાજપના જ નીતિન ઢાંકેચાએ આક્ષેપ કર્યો હતો કે, રાજકોટ જિલ્લા બેંકમાં પટાવાળાનો ભાવ ૪૫ લાખ રૂપિયા લે છે. આ મુદ્દે બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ મીડિયાને જણાવ્યું હતું કે, કોઈ કૌભાંડ નથી થયું, સત્તા ન મળી એટલે ખોટાં આક્ષેપો કરે છે. કોભાંડને લઇ રાજકોટના સહકારી આગેવાનોએ ગાંધીનગર ખાતે રજૂઆત પણ કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર આરોપો છે તે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ હાલના રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયા પર લાગ્યા છે. ત્યારે જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાના સમર્થનમાં માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને ડિરેક્ટરો આવ્યા હોવાનું સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા એ વધુમાં જણાવ્યું હતું કે, આક્ષેપો કરનાર વ્યક્તિઓ સહકારી ક્ષેત્રને બદનામ કરી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં સત્તા ન મળી હોવાના કારણે ખોટા આક્ષેપો કરવામાં આવીરાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ હાલના રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયા રહ્યા છે. તેમજ રાદડીયાને બદનામ કરવાનું કેટલાક લોકોએ કાવતરું ઘડયું હોવાનું પણ જણાવ્યું છે. જયેશ રાદડિયાએ આરડીસી બેંકમાં લોધિકા સંઘના પ્રતિનિધિ તરીકે મહેશ આસોદરિયાના નામની જાહેરાત કરી હતી. હવે મહેશ ઓસાદરિયાને પાડાસણ સહકારી મંડળીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ મુદ્દે આજે નીતિન ઢાંકેચાએ મીડિયાને જણાવ્યા હતું કે, ગાંધીનગરમાં રાદડિયા વિરુદ્ધ રજુઆત કરવાથી મહેશ આસોદરિયાને દૂર કરાયા છે. આ મુદ્દે મહેશભાઈ આસોદરીયાએ ખુલાસો કરતા મીડિયાને જણાવ્યું હતું કે, પાડાસણ સહકારી મંડળીમાંથી મારી કોઈ હકાલપટ્ટી કરવામાં આવેલ નથી. હું હજુ પાડાસણ સહકારી મંડળીની કમિટિમાં કારોબારી સભ્ય તરીકે તેમજ મંડળીના સભાસદ તરીકે કાર્યરત જ છુ અને મંડળીનો સભ્ય પણ છુ, અને મારી જવાબદારીને સંપુર્ણ ખંત, નિષ્ઠા અને પ્રમાણીકતાપુર્વક બજાવુ છુ ત્યારે આવા લોકો સસ્તી પ્રસિધ્ધી મેળવવા માટે મારી હકાલપટ્ટી થઈ છે. મારી પ્રતિષ્ઠાને હાનિ પહોચાડવાના પ્રયત્નો કરી રહયા છે.જેને આગામી સમયમાં જડબાતોડ જવાબ આપવામાં આવશે. જાેકે હજુ સુધી જયેશ રાદડિયા એક પણ વાર મીડિયા સમક્ષ નથી આવ્યા. તેમજ મીડિયા સમક્ષ આવીને તેમણે આક્ષેપો મામલે રદિયો આપવા સુદ્ધાના પ્રયાસ પણ નથી કર્યા.નોંધનીય છે કે, આ પહેલા શહેર ભાજપમાં જૂથવાદ સામે આવ્યો હતો. જાે કે પાટીલ અને રૂપાણી એક મંચ ઉપર આવતા અને એકબીજા સાથે ચર્ચાઓ કરતા જાેવા મળતા આ જૂથવાદ શાંત થયો હોવાનું જણાય રહ્યું છે. ત્યારે હવે જિલ્લા બેન્કમાં ભરતી કૌભાંડને લઈને સહકારી આગેવાન અને ભાજપના નેતા નીતિન ઢાંકેચાએ ભાજપનાં ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા સામે સીધા આક્ષેપ કરતા જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે. જાે કે વર્ષોથી સહકારી ક્ષેત્ર અને જયેશભાઇ સાથે જાેડાયેલા નીતિન ઢાંકેચા સહિતનાઓએ વર્ષો બાદ ભરતી કૌભાંડનાં આક્ષેપો કરતા તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

Marketing-Yard-Chairman-Jayesh-Boghra.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *