Gujarat

સફળ સ્ટાર્ટઅપ સમસ્યાનું ખરા અર્થમાં સમાધાન લાવી શકે તે ઃ અશ્વિની વૈષ્ણવ

ગાંધીનગર
ડિજિટલ ઈન્ડિયા વીક-૨૦૨૨ અંતર્ગત કેન્દ્રીય રેલવે, ઈલેક્ટ્રોનિક એન્ડ આઈ.ટી. મંત્ર અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં ગાંધીનગરના ભાટ ગામ ખાતે ઈડીઆઈઆઈ-એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયા ખાતે દેશની સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને વેગ આપવા માટે વિવિધ યુનિવર્સિટીઓ અને ઇન્ક્યુબેશન સેન્ટર્સમાંથી ઉપસ્થિત આશાસ્પદ સ્ટાર્ટઅપ્સ, ઉદ્યમીઓ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તદુપરાંત, મંત્રીશ્રીના હસ્તે વિવિધ ક્ષેત્રોમાંથી પસંદ કરાયેલા પાંચ જેટલા સ્ટાર્ટઅપ્સનું સન્માન કરવામાં આવ્યું હતું.ડિજિટલ વીક-૨૦૨૨ની ઉજવણી અંતર્ગત ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય રેલવે, આઈ.ટી અને ઇલેક્ટ્રોનિક મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવે ઈડીઆઈઆઈ કેમ્પસ, ભાટ ખાતે આજે વિવિધ સ્ટાર્ટઅપ્સ સાથે સંવાદ કર્યો હતો તથા વિવિધ ક્ષેત્રના પાંચ જેટલા સ્ટાર્ટઅપને સન્માનિત કર્યા હતા. દરમિયાન, દિવ્યાંગો માટે વ્હીલચેર સ્કૂટરનું સ્ટાર્ટઅપ શરૂ કરનારા જિજ્ઞેશ શાહ નામના દિવ્યાંગ આંત્રપ્રિન્યોર સન્માન સ્વીકારવા માટે સ્ટેજ સુધી પહોંચી શકે તેમ ન હોવાનું ધ્યાને આવતા, મંત્રીશ્રી સંવેદનશીલ અભિગમ દાખવીને હોલની બહાર દોડી ગયા હતા અને રૂબરૂ જઈને તેમનું સન્માન કર્યું હતુંઆ તકે કેન્દ્રીય મંત્રીએ ‘કેમ છો?’ પૂછીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ શરૂ કરતાં કહ્યું કે ગુજરાતમાં ઈડીઆઈઆઈ જેવી મોટી સંસ્થા હોય, તેનાથી મને આશ્ચર્ય નથી થતું, કારણ કે ગુજરાતીઓના તો લોહીમાં જ ધંધો છે. તેમણે ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમની સફળતા અંગે જણાવ્યું કે આજથી ૧૦ વર્ષ પહેલાં જ્યાં દેશભરમાં માત્ર ૩૦૦-૪૦૦ સ્ટાર્ટઅપ્સ હતાં, ત્યાં આજે ૭૫ હજાર જેટલાં સ્ટાર્ટઅપ્સ છે. જેમાંથી ૧૦૩ તો યુનિકોર્ન છે. જે સંખ્યા સમગ્ર યુરોપના કુલ યુનિકોર્ન્સની સંખ્યાના બમણાં કરતાં પણ વધારે છે. મંત્રીએ ઉમેર્યું કે દેશના યુવાનોમાં ગજબની ઊર્જા અને માનસિક ક્ષમતા છે. તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, તો અનેક સમસ્યાઓનાં સમાધાન હાથવેંતમાં છે. યુવાનોની આ શક્તિને ઓળખીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાત વર્ષ પહેલાં ‘ડિજિટલ ઇન્ડિયા’નો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેના થકી આજે દેશભરના યુવાનોમાં હકારાત્મક સ્પર્ધા શરૂ થઈ છે અને દૈનંદિન નવાં સ્ટાર્ટઅપ્સ શરૂ થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે ભારતમાં રહેલી શ્રેષ્ઠ માનસિક શક્તિને સમગ્ર વિશ્વએ સ્વીકારી છે. આ માટે તેમણે યુપીઆઈનું ઉદાહરણ આપતાં કહ્યું કે આ એક એવું પબ્લિક ડિજિટલ પ્લેટફોર્મ છે, જ્યાં કોઈ પણ જાેડાઈ શકે છે અને દરેક વ્યક્તિ માટે તે યુઝેબલ છે. જેના પરિણામ સ્વરૂપ ગૂગલ જેવી કંપનીએ પણ યુપીઆઈ અપનાવવું પડ્યું છે. આ એક એવું દીર્ઘદૃષ્ટિપૂર્વકનું પગલું છે, જેનો પાયો આજે નાખ્યો છે, પણ તેનો લાભ વર્ષો સુધી લોકોને મળતો રહેવાનો છે. આ જ પ્રકારે ડિજિલોકર અને ઉમંગ જેવા પ્લેટફોર્મ્સ પણ છે. આ કડીમાં ડિજિટલ હેલ્થ મિશન સાથે આશરે ૨૫૦૦થી ૩૦૦૦ જેટલાં સ્ટાર્ટઅપ્સ જાેડાઈ ચૂક્યા છે. જ્યારે આગામી સમયમાં લાખો સ્ટાર્ટઅપ્સ જાેડાશે. આવી જ રીતે, એજ્યુકેશન, એગ્રિકલ્ચર, લોજિસ્ટિક્સ માટે પણ અનેક નવાં પ્લેટફોર્મ ઉપલબ્ધ બની રહ્યા છે. જેમની સાથે જાેડાઈને અનેક આંત્રપ્રિન્યોર પોતાની ક્ષમતાઓનો યોગ્ય કરવાની સાથે તેમની ક્ષિતિજાે વિસ્તારી રહ્યા છે. મંત્રી દેશની આગળ વધતી ઈકોસિસ્ટમની તાકાત વિશે જણાવતા કહ્યું કે આ તમામ નવાગંતુકોનું તમામ જાેખમ-રિસ્ક સરકારે પોતાના માથે લઈ લીધું છે. જેમની પાસે કોઈ પણ સમસ્યાનું સમાધાન છે, નવું કરવાનો ઉત્સાહ છે, તેવા વિદ્યાર્થીઓ, નાના-મોટા કોઈ પણ નાગરિકો તેમાં જાેડાઈ શકે છે. આ જ રીતે રેલવે, પોસ્ટ, ડિફેન્સ સહિતના મોટા અને મહત્ત્વનાં ક્ષેત્રોમાં પણ સ્ટાર્ટઅપ્સની વધતી જતી સંખ્યા વિશે મંત્રીશ્રી કહ્યું કે ડિફેન્સ માટેની ડિફેક્સ પોલિસી સાથે આશરે ૧૦૦ જેટલાં સ્ટાર્ટઅપ્સ જાેડાયા છે, તો રેલવેમાં પણ ૧૫૦ જેટલા સ્ટાર્ટઅપ્સ જાેડાયા છે. જ્યારે પોસ્ટલ બૅંક સાથે પણ ૮૦થી ૯૦ જેટલાં સ્ટાર્ટઅપ્સ જાેડાયાનું જણાવ્યું હતું.

File-02-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *