છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તાર એવા ભોરદા ગામે રેતી નું ખોદાણ કરતાં સમયે ભેખડ ધસી પડવાથી બે શ્રમિકો દબાઈ ને મોત ને ભેટ્યા છે. ગુજરાત ની હદ માંની નદી માંથી રેતી ખનન કરી નજીક માં જ મધ્ય પ્રદેશ ના ખેતરમાં રેતી નો ગેરકાયદેસર સ્ટોક કરાતો હતો. 150 રૂપિયા પ્રતિ ટ્રેક્ટરે મજૂરી માટે 6 શ્રમિકો કામે લાગ્યા એટલે વ્યક્તિ દીઠ માત્ર 25 રૂપિયા મજૂરી મળવાની હતી મજૂરી તો ના મળી પરંતુ દુર્ઘટના સર્જાતા 4 સંતાનો ના પિતા એવા 35 વર્ષીય પારસિંગ રાઠવા અને 15 વર્ષીય રણજિત રાઠવા નું મોત નીપજ્યું છે. ઘટના ની ગંભીરતાને ધ્યાને લઈ નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા, મૃતક રણજિત તેના પિતા નો એક માત્ર સહારો હતો જ્યારે ઘટના સમયે છ શ્રમિકો પૈકી મૃતક ની પત્ની પણ ત્યાં હાજર હતી જેને પોતાના પતિ ને આંખો સામે દમ તોડતો જોયો છે. ફક્ત 25 રૂપિયા મજૂરી માટે બે લોકોના જીવ ગુમાવવાની ઘટના ને લઈ બે પરિવાર ઉજળી ગયા , એક સાથે બે મોત થી સમગ્ર ગામમાં પણ શોક નો માહોલ છવાયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


