Gujarat

સમગ્ર રાજ્યનું ધો.૧૦નું પરિણામ ૨૪.૭૨ ટકા આવ્યું

અમદાવાદ
ગુજરાતમાં ધોરણ ૧૦ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજયમાં ધોરણ ૧૦નું પરિણામ ૨૪.૭૨ ટકા આવ્યું છે. આ પરીક્ષામાં કુલ ૧૫૮૬૮૬ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૧૪૦૫૦૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૩૪૭૩૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે ૨૪.૭૨ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ ૨૬.૨૫ ટકા જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ ૨૩.૭૨ ટકા આવ્યું છે.દિવ્યાંગ વિદ્યાર્થીઓને ૨૦ ટકા પાસિગ ધોરણે પાસ કરવામાં આવે છે તેવા ૧૮૯ વિદ્યાર્થીઓ પણ પાસ થયા છે. માર્ચ એપ્રિલ ૨૦૨૨માં બેઝિક ગણિત સાથે પાસ થયેલા ઉમેદવારો જેઓ સ્ટાન્ડર્ડ ગણિત સાથે પૃથક્ક ઉમેદવારો તરીકે પરીક્ષા આપવા માટે નોંધાયા હતાં. તેવા ૩૩૬૭ ઉમેદવારો પૈકી ૩૧૯૧ ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાંથી પાસ થનારા ઉમેદવારોની સંખ્યા ૨૨૮૬ છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૬૨.૭૨ ટકા આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૨૯.૨૯ ટકા આવ્યું છે. પ્રથમ વખત રાજ્યમાં પૂરક પરીક્ષાનું આટલું ઊંચું પરિણામ આપવામાં આવ્યું છે.ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪૧૧૬૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૩૭૪૫૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૨૩૪૯૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે ૬૨.૭૨ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.વિદ્યાર્થીનીઓનું પરિણામ ૬૮.૯૩ ટકા જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ ૫૮.૮૬ ટકા આવ્યું છે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *