Gujarat

સમઢીયાળા ગામે કડવા પાટીદાર સમાજના યુવાનો-આગેવાનોએ ભાજપમાંથી સ્થાનિક ઉમેદવારની કરી માગ

બોટાદ
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો હાલ અત્યારે પોતપોતાને રીતે પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. તો બીજી બાજુ ક્યાંકને ક્યાંક પોતપોતાના જિલ્લાઓમાં સ્થાનિક ઉમેદવારોને લઈને પણ કાર્યકર્તા અને લોકોમાં નારાજગી જાેવા મળતી હોય છે. ત્યારે હાલ બોટાદ શહેરમાં પણ સ્થાનિક ઉમેદવારને લઈ ભાજપના જ આગેવાનો દ્વારા થોડા દિવસો પહેલા એક બેઠક કરવામાં આવી હતી અને સ્થાનિક ઉમેદવાર જ આવે તેવી માંગ કરી હતી. ત્યારે ફરી પાછી બોટાદ તાલુકાના સમઢીયાળા ગામ ખાતે એક ખાનગી ફાર્મ હાઉસમાં કડવા પાટીદાર યુવાન આગેવાનોની એક બેઠક મળી હતી. જે બેઠકમાં મોટી સંખ્યામાં યુવાન આગેવાનો હાજર રહ્યા હતા અને ૧૦૭ બોટાદ વિધાનસભામાં સ્થાનિક ઉમેદવાર આવે તેવી માંગ કરવામા આવી હતી. કડવા પટીદાર લોકોની ખાનગી ફાર્મ હાઉસમાં મળેલી બેઠકમાં સમઢીયાળા, લાઠીદડ, સેથળી કરિયાણી ગામના કડવા પાટીદાર આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા અને તેમના દ્વારા પણ સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવા માંગ કરાઈ હતી. જેના વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયા હતા અને સ્થાનિક ઉમેદવારને જ ટીકીટની માંગ સાથે વાયરલ વિડીયોને લઈ રાજકારણ ગરમાયુ છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *