Gujarat

સમીના વેહદપુરમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ મહિલાની નોર્મલ ડિલીવરી કરાઈ

પાટણ
પાટણ જિલ્લાના સમી તાલુકાના વાહેદપુરા ગામની પ્રસવ પીડા ભોગવતી કૈલાસબેન દિનેશભાઈ ઠાકોર નામની મહિલાને ગઈકાલે રવિવારે પ્રસવ પીડા ઉપડતાં ૧૦૮ સેવાનો સંપર્ક કરાયો હતો. જેમાં ૧૦૮ એમ્બ્યુલન્સના ઇએમટી વિપુલભાઈ પરમારે એમ્બ્યુલન્સમાં જ મહિલાની નોમૅલ ડિલિવરી કરાવી તેને પ્રસવ પીડામાંથી મુક્ત કરી હતી. મહિલાના પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સના ઇએમટી વિપુલભાઈ પરમાર અને પાયલોટ દિલીપભાઈ રાઠોડનો આભાર વ્યક્ત કર્યો હતો.પાટણ શહેર સહિત જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં કાયૅરત ૧૦૮ એમ્બ્યુલન્સની તાત્કાલિક આરોગ્યની સેવા જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશિર્વાદરૂપ બની રહી છે. જેમાં સમી તાલુકાના વાહેદપુરની મહિલાની ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી કરાવાતાં પરિવારજનોએ એમ્બ્યુલન્સના ઇએમટી અને પાયલોટનો આભાર માન્યો હતો.

Normal-delivery-was-made-in-108-ambulances-only.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *