છેલ્લા ઘણા સમયથી રાજ્યભરમાં આશા વર્કર બહેનો પોતાની વિવિધ માંગણીઓને લઈ આંદોલન કરી રહી છે. આશા વર્કરોએ તાલુકા, જિલ્લા, રાજ્ય અને છેક દિલ્હી સુધી અનેક પ્રદર્શનો કરી પોતાની માંગો સ્વીકારવા રજૂઆતો કરી પરંતુ યોગ્ય ઉકેલ ના આવતા હવે સરકાર સામે બાયો ચઢાવી છે. આજે પાવીજેતપુર ખાતે મહિલા શક્તિ સેનાના અધ્યક્ષ ચન્દ્રીકા સોલંકી કે જેઓ તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમની અધ્યક્ષતામાં છોટાઉદેપુર જિલ્લાની આશા વર્કરો સાથે 500 જેટલી બહેનો ભેગી થઈ આમ આદમી પાર્ટી માટે કામ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
વધુમાં ચંદ્રીકા સોલંકીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે અમારી માંગો સાંભળી ને અમને અમારી માંગણીઓ પૂર્ણ કરવા માટેનો વિશ્વાસ આપ્યો છે એટલે અમારી આશા વર્કર બહેનો ની માંગણી આમ આદમી પાર્ટી પૂર્ણ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર