Gujarat

સરકારી કચેરીમાં પ્રવેશ ન કરવા દેતા અધિકારી સામે ફરિયાદની માંગ

રાજકોટ
રાજ્ય સરકાર દ્વારા ૧ જાન્યુઆરીથી નોન-વેક્સિનેટેડ લોકોને સરકારી કચેરીમાં પ્રવેશ ન આપવા દેવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જેના પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને મનપા દ્વારા પણ આ જાહેરનામા અનુસરી સરકારી કચેરીમાંનોન-વેક્સિનેટેડ લોકોને પ્રવેશ ન આપવા ર્નિણય કર્યો છે. બીજી તરફ ઘણા એવા લોકો છે કે જે નોન-વેક્સિનેટેડ હોવાથી તેમના સરકારી કચેરીઓમાં કામ થઇ શકતા નથી. રાજકોટના પ્રિયદર્શની સોસાયટીમાં રહેતા અમિતભાઇ પટેલ કે જેઓ પોતે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ રેશનકાર્ડના કામ બાબતે મામલતદાર કચેરી ખાતે ગયા હતા પરંતુ તેઓ નોન-વેક્સિનેટેડ હોવાથી તેમને પ્રવેશ આપવા દેવામાં આવ્યો ન હતો. અધિકારીએ વેક્સિન લેવા માટે સૂચન કર્યું હતું.જેની સામે તેઓ એ વિરોધ નોંધાવ્યો હતો અને બંધારણને આગળ બતાવી ભારતમાં આવો કોઇ કાયદો ન હોવાનું જણાવ્યું હતું. અમિતભાઇએ ગત તારીખ ૧૩ જાન્યુઆરીના રોજ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને તેમાં તેમને જણાવ્યું હતું કે , ભારતના બંધારણ માં આવો કોઇ કાયદો નથી છતાં દક્ષિણ મામલતદાર કચેરી ખાતે અધિકારી મને બંધારણીય હક્કોથી વંચિત કરી છેતરપિંડી કરી જબરદસ્તી વેક્સિન લેવા સૂચન કરે છે. જેની સામે આઈપીસી કલમ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ છે. ઉલ્લેખનીય છે કે આ સમયે તેઓએ પોલીસ કંટ્રોલ નંબર ૧૦૦ પર ફોન કર્યો હતો જાે કે તેમાં કોલ રિસીવ થયો ન હતો જેથી તેઓ રૂબરૂ માલવીયા નગર પોલીસ સ્ટેશન જઇ અરજી આપી ફરિયાદ દાખલ કરવા માંગ કરી હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.એક તરફ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે તો બીજી તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તમામ લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલા એક ર્નિણય પણ કરવામાં આવ્યો છે અને તેમાં નોન-વેક્સિનેટડ લોકોને સરકારી કચેરીમાં પ્રવેશ ન આપવા દેવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા ને પગલે કેટલાક નોન-વેક્સિનેટડ લોકોના સરકારી કચેરીઓમાં કામ અટકી પડતા હોય છે. ત્યારે રાજકોટના અમિત પટેલ નામના વ્યક્તિએ બંધારણનો ઉલ્લેખ કરી અધિકરી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માલવીયાનગર પોલીસ મથકમાં અરજી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *