Gujarat

સરકારી દંત મહા વિદ્યાલય જામનગર ખાતે ભારતના સર્વપ્રથમ ફાઉન્ડેશન કોર્ષનું આયોજન

વિશેષજ્ઞો દ્વારા અલગ અલગ વિષયો પર વર્કશોપ યોજવામાં આવ્યો

 

જામનગર તા ૦૨ મે, જામનગરમાં આવેલી સમગ્ર સૌરાષ્ટ્ર અને કરછ જિલ્લાની એક માત્ર સરકારી ડેન્ટલ કોલેજ  અને હોસ્પિટલ કે જેમાં  દાંતની આધુનિક સરવારનો લાભ સમગ્ર જનતાને મળે છે. આ ડેન્ટલ કોલેજના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત નવા એડમિશન થયેલ વિધ્યાર્થીઓ માટે તા.૨૪/૦૩/૨૨ થી તા.૩૧/૧૨/૨૨ ફાઉન્ડેશન કોર્ષનું આયોજન કરવામાં આવેલ.જેમાં સંસ્થાની કામગીરી અંગે ઓરિયેટેશન,દાંતની અલગ અલગ સારવાર તેમજ મેડિકલ સારવારની પ્રાથમિક માહિતી,તંદઉપરાત અન્ય વિષયો જેવા કે પર્સનાલિટી ડેવલોપમેન્ટ,લીડરશીપ ડેવલપમેન્ટ,મનોચિકિત્સક,આધ્યાત્મિક,સ્ટ્રેસ મેનેજમેન્ટ વગેરેના વિશેષજ્ઞો દ્વારા વર્કશોપ કરવામાં આવી હતી.આ ઉપરાંત વિદ્યાર્થીઓ સિનિયર્સ થતાં ટીચર્સ પ્રત્યેની સેન્સિટીવીટી અને રેગિંગ અંગેની સ્કિટ કરવામાં આવી જેમાં યુનિવર્સિટી ફેકલ્ટી ડીન શ્રી પોપટ તથા ડીસીઆઈ મેમ્બર શ્રી કોઠારી એ  હાજર રહી આખા કાર્યકમને બિરદાવયો હતો.આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્નાતક પછીના સ્કોપની પણ જાણકારી આપવામાં આવી હતી.

-મહા-વિદ્યાલય-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *