અખિલ ભારતીય વિધાર્થી પરિષદ તેના સ્થાપના વર્ષ 1949 થી શિક્ષા ક્ષેત્ર માં વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય વિચારથી જોડનારો ગુણવત્તાપૂર્ણ, સંસ્કારયુક્ત શિક્ષણ માટે સંઘર્ષરત છાત્ર સંગઠન છે. વિદ્યાર્થીઓ ની સમસ્યાના નિરાકરણ અને શૈક્ષણિક પરિવારની સંકલ્યા સાથે 75વર્ષથી કાર્ય કરનારું અભાવિપ આજે વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે જે છાત્ર હિત અને સમાજ હિત માટે કાર્ય કરતું આવ્યું છે
આપને ધ્યાન મા છે કે વિજ્ઞાન વિષય સાથે સ્નાતક કરતા વિધાર્થીઓને પ્રાયોગિક પ્રયોગશાળા ના શિક્ષણ નું મહત્વ ખૂબ હોય છે, એવા માં છોટાઉદેપુર ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજ ઘણા વર્ષો થી ફાળવાઈ ગઈ છે પરંતુ તેની પાસે તેનું સ્વતંત્ર્ય મકાન ન હતો વારંવાર સ્થળાંતરિત કરતુ રેવું પડે છે જેને હાલાકી વિધાર્થીઓ ને ભોગવી પડે છે, અહીંના જનજાતિ વિસ્તાર ના વિધાર્થીઓ ની સ્થિતિ આર્થિક રીતે સારી ના હોતા જિલ્લા બહાર અભ્યાશ અર્થે જઈ શકતા નથી પરિણામે, વિધાર્થીઓને અભયાસ છોડવાનો વારો આવે છે, અથવા આવી રીતે ગુણવતા વગર નું શિક્ષણ લેવું પડે છે, અખિલ ભારતીય વિધાર્થી પરિષદ માંગ કરે છે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માં આવે, માંગણી ના સ્વીકારતા આગામી સમય માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે જેની જવાબદારી તંત્રની રહેશે તેમ જણાવ્યું છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


