Gujarat

સરકારે ખેડૂતોની ચિંતા કરી કરોડોના ખર્ચે માઇનોર કેનાલ તો બનાવી છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાની સ્થિતિ કઈ અલગ જ છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અછાલી ગામ પાસે પસાર થતી માઇનોર કેનાલમાં સિંચાઈ માટે ટીપું પાણી નથી જેને લઈ જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે 

સરકારે ખેડૂતોની ચિંતા કરી ખેડૂતો માટે અનેક યોજનાઓ બહાર છે તેમજ ખેડૂતોને સિંચાઈનો લાભ ખેડુતોને મળે તે માટે માઇનોર કેનાલ બનાવી છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાની માઇનોર કેનાલની સ્થિતિ કઈ અલગ જ છે બોડેલી તાલુકામાંથી તંત્ર દ્વારા કરોડોના ખર્ચે માઇનોર કેનાલો પસાર કરી છે ત્યારે અછાંલી ગામ પાસે માઇનોર કેનાલમાં છેલ્લા કેટલાક સમયથી સિંચાઈ માટે ટીપું પાણી નથી છોટાઉદેપુર જિલ્લા નો સૌથી મોટો સિંચાઈ માટે સુખી ડેમ પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ ખાતે આવેલો છે અને આ ડેમ 1978 માં બનાવવા મા આવ્યો હતો .છોટાઉદેપુર જિલ્લા ના 92 ગામો ના 17094 હેક્ટર જમીન અને પંચમહાલ જિલ્લા ના 39 ગામો ના 3607 હેકટર જમીન ને સિંચાઇ નું પાણી મળે તે લક્ષયાક સાથે ડેમ નું નિર્માણ કરવામાં આવ્યું હતું
સુખી સિંચાઈ ડેમ નો છોટાઉદેપુર, પાવીજેતપુર , બોડેલી અને પંચમહાલ ના જાંબુઘોડાના તાલુકાના અનેક ખેડૂતોને સિંચાઈ ના પાણી માટે લાભ માટે બનાવમાં આવ્યો છે પરંતુ અછાંલી સહિત આસપાસના વિસ્તારની માઇનોર કેનાલમાં સુખી નું સિંચાઈનું પાણી છેલ્લા કેટલાક સમય થી ખેડૂતો ને મળ્યું નથી જેથી માઇનોર કેનાલ નો કોઈ લાભ ન મળતા જગત નો તાત ચિંતામાં મુકાયો છે ઝી મીડિયા હમેશા ખેડૂતોની પડખે છે ત્યારે ઝી મીડિયા સ્થળ પર પોહચી સ્થિતિ જોઇ ત્યારે માઇનોર કેનાલમાં પાણીના બદલે માત્રને માત્ર જાડી જાખડા ઉગી નીકળેલા જોવા મળ્યા હતા તંત્ર સહિત સરકારને હવે આ વિસ્તારના ખેડૂતોની કઈ પડી ન હોઈ તેમ લાગી રહ્યું છે તંત્ર એટલી હદે ઉદાસીનતા દાખવી રહ્યું છે તંત્ર પાસે કેનાલની મરામત કે જાખરા સાફ કરવાનો પણ સમય નથી
માઇનોર કેનાલના જર્જરિત હાલતમાં છે જ્યાં જુવો ત્યાં ભંગાણ જોવા મળી રહ્યું છે ત્યારે ખેડૂતોના જણાવ્યા મુજબ ખેડૂતો. સિંચાઈ ના પાણી અંગે વારંવાર રજુઆત કરી છે પરંતુ અધિકારીઓ તેઓનું સાંભળતા નથી, પહેલા ખેતરોમાં સિંચાઈ નું પાણી પાણી જ હતું હવે સ્થિતિ કઈ અલજ છે તેમ ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતોના જણાવ્યા મુજબ સિંચાઈનું પાણી ન મળતા ખેતીને પણ નુકસાન થઈ રહ્યું છે જ્યારે ખેતરમાં કરેલ પાક પણ સુકાવા લાગ્યો છે આ ઉપરાંત પશુ અને સિંચાઈ ના પાણી માટે ખૂબ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે
ખેડૂતો સરકાર, તંત્ર અને જિલ્લા નેતાઓ પાસે સિંચાઈ ના પાણી માટે માંગ કરી રહ્યા છે હાલ સિંચાઈ નું પાણી ન મળતા જગત નો તાત મુશ્કેલીમાં છે ત્યારે હવે જોવું એ રહ્યું કે તંત્ર અને જિલ્લા ના નેતાઓ સિંચાઈ નું પાણી તેમના સુધી ક્યારે પોહચાડે છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220330-102719_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *