જેતપુરપાવી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય તારાપુર રોડ ખાતે ભારત દેશના પૂર્વ પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ તેમજ દેશના અને ગુજરાતનું ગૌરવ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે જેતપુર પાવી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા, જગાભાઈ રાઠવા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કાજલભાઈ રાઠવા, નવલસિંહ રાઠવા, વજીબેન રાઠવા તથા અન્ય આગેવાનો, યુવાનો, કાર્યકરો ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.વધુમાં મોહનસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે ગાંધીજી પાસેથી સાદગી શીખેલા ઇન્દિરાજીએ ક્યારેય સોનાના તાર વાળી સાડી પહેરી ન હતી તેથી જ કહેવું પડે કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતા હતા વિશ્વમાં ભારતને શાંતિ-સલામતી-આર્થિક સધ્ધર કરી દીધેલ તેથી જ તેમના બધાજ સારા પ્રયત્નોને આજે પણ દેશવાસીઓ યાદ કરે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


