ગિરગઢડા
ભરત ગંગદેવ
સુત્રાપાડા તાલુકાનાગોરખમઢી ખાતે આવેલ સરસ્વતી વિદ્યા મંદિર હાઇસ્કુલ વિશ્વ સિંહ દિવસની આસ્થાભેર ઉજવણી કરવામાં આવેલી હતી જેની અંદર શાળાના 750 વિદ્યાર્થીઓએ રેલી ની અંદર ભાગ લીધેલો હતો. વિદ્યાર્થીની બહેનો દ્વારા સિંહ વિશે પરિચય આપવામાં આવ્યો તથા સિંહ વિશે વિસ્તૃત નિબંધ શાળાનાં ધોરણ-૧૨નાં વિદ્યાર્થી વાણવી ઉષાબેન તૈયાર કરેલ અને શાળાના શિક્ષક નિલેશભાઈ પઢિયાર દ્વારા સિંહની જાળવણીની પ્રતિજ્ઞા લેવામાં આવી આ પ્રસંગે શાળાના આચાર્ય દેવેન્દ્રભાઈ સોલંકી તથા શાળાના સુપરવાઇઝર જોરા સાહેબ તથા સમગ્ર સ્ટાફએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગોરક્ષનાથ કેળવણી મંડળ ટ્રસ્ટના પ્રમુખશ્રી ભીમભાઇ ખુટડ તથા ઉપપ્રમુખ ગીરીશભાઈ સોલંકી, સિનિયર ટ્રસ્ટી વજુભાઈ પરમાર તથા ભરતભાઈ પુરોહિતએ સમગ્ર કાર્યક્રમનું અવલોકન કરેલું હતું


