સાવરકુંડલા. તા.
( બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ પતિ રાજુભાઇ દોશી તેમજ ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી તેમજ સર્વે નગરપાલિકાના સદસ્યોની ઉપસ્થિતિમાં સાવરકુંડલા પંથક જેમના નામથી ઓળખાય છે એવા શ્રી જોગીદાસ બાપુ ખુમાણ ના નામકરણ માટે આજ રોજ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા નગરપાલિકાનું નામ શ્રી જોગીદાસબાપુ ખુમાણ નગર સેવા સદન રાખવા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રાજુઆત કરવામાં આવી તેમજ આવનાર દિવસોમાં સર્વાનુમતે ઠરાવ મંજુર કરવા રજુઆત કરાય. આ તકે સર્વે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


