Gujarat

સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્વારા માર્ગ અને મકાન વિભાગ, અમરેલીને આપવામાં આવેલ સુચના તેમજ સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી શ્રી રાજેશ નાગ્રેચા તરફથી કરવામાં આવેલ રજુઆતના અનુસંધાને સાવરકુંડલા જૈન બોર્ડિંગ થી નેસડી ચાર રસ્તા સુધીના રોડની કામગીરી ચાલુ થઈ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેર માંથી પસાર થતા સ્ટેટ હાઈવે જેમાં જૈન બોર્ડિંગથી નેસડી ચાર રસ્તા સુધી ખુબજ મોટા ગાબડા તેમજ હોમગાર્ડ કચેરી અને અક્ષરમંદીર પુલ પાસે રોડ તૂટી ગયેલ હોઈ ત્યાં બ્લોક બેસાડી અને નેસડી રોડ ગેટ સુધી રોડ રીપેરીંગ કરવા માટે સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા દ્વારા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને કરવામાં આવેલ રજૂઆતના અંતે સાંસદશ્રી તરફથી માર્ગ અને મકાન વિભાગ, અમરેલીને જરૂરી સુચના આપવામાં આવેલ હતી તેમજ સ્ટેટ હાઇવેના એસ.ઓ શ્રી ભાર્ગવભાઈને સ્થળ નિરીક્ષણ પણ કરાવેલ અને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા જણાવેલ હતું. જેના અનુસંધાને આજરોજ વિભાગ તરફથી આ રોડનું કામ ચાલુ કરવામાં   આ તકે જિલ્લાના ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, શહેર મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા, પ્રવીણભાઈ કોટીલા તથા નગરપાલિકાના સદસ્ય શ્રી મેહુલભાઈ ત્રિવેદી તથા કિશોરભાઈ બુહા અને કલ્પેશભાઈ રાઠોડ હાજર રહેલ આવતા વાહન ચાલકોએ રાહતના શ્વાસ લીધા છે અને શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાય ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *