Gujarat

સાઇબર ક્રાઇમ પોલીસમાં ટેકનિકલ એક્સપર્ટની ૩૫ જગ્યાની ભરતી થશે

અમદાવાદ
રાજ્યનાં વિવિધ સાઇબર પોલીસ સ્ટેશનમાં ટેકનિકલ એક્સપર્ટની કરાર આધારિત ૩૫ જગ્યાની ભરતી જાહેર કરાઈ છે. ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારનો માસિક પગાર ૨૫ હજાર રહેશે. ઉમેદવારોએ ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી, સંપૂર્ણ વિગતો અને દસ્તાવેજાે સાથે ૯ સપ્ટેમ્બર સુધીમાં પોલીસ મહાનિર્દેશકની કચેરીએ મોકલી આપવાનાં રહેશે. સાઇબર ફ્રોડનાં વધતાં કેસોને પગલે રાજ્યમાં સાઇબર પોલીસ સ્ટેશનો શરૂ કરવાનું નક્કી કરાયું હતું, જેથી સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોમાં ઓનલાઇન ફ્રોડ પર કાબૂ મેળવી શકે તેવા અનુભવી ઉમેદવારોની ભરતી પોલીસ મહાનિર્દેશકે જાહેર કરી છે. આ જગ્યા ટેકનિકલ એક્સપર્ટ તરીકે ગણાશે, જેમાં ડિજિટલ ફોરેન્સિક કે સાઇબર સિક્યોરિટીનો કોર્સ કરનારા ઉમેદવારોને પ્રાથમિકતા અપાશે. ઉમેદવાર પાસે ઓછામાં ઓછા ૨ વર્ષનો સાઇબર સિક્યોરિટીનો અનુભવ પણ મગાયો છે. સાથે જ ઉમેદવારને ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, હિન્દી ભાષાની જાણકારી હોવી જરૂરી છે. પસંદગી પામેલા ઉમેદવારોને રાજ્યના કોઈ પણ જિલ્લામાં ફરજ પર મુકાશે. સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી એમએસસી આઈટી સિક્યોરિટી કે બીઈ કે બીટેક ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરનારા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તથા ભરતી સંબંધિત નિયમો અંગેની વિસ્તૃત માહિતી ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સીઆઈડી ક્રાઇમ અને રેલવેની કચેરીઓમાં ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેશન એડવાઇઝરની ૧૩ જગ્યાની ભરતી કરાશે. અરજી માટેની અંતિમ તારીખ ૧૩ સપ્ટેમ્બર છે. પસંદગી પામેલા ઉમેદવારોનો ૨૫ હજાર ફિક્સ પગાર રહેશે. સીએની ડિગ્રીની સાથે પાંચ વર્ષનો ફાઇનાન્શિયલ ક્ષેત્રનો અનુભવ ધરાવતા કે સ્નાતક પછી ઇન્કમટેક્સ વિભાગમાં આકારણી-અપીલનો ૭ વર્ષનો અનુભવ ધરાવતા તથા ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ભાષાની જાણકારી ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકશે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *