Gujarat

સાણંદની જેડીજી હાઈસ્કુલનો મિલકત વેરો ન ભરતા સીલ કરાઈ

સાણંદ
સાણંદ પાલિકાએ ટેક્ષ બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યાંરે પાલિકાએ સાણંદમાં ટેક્ષ ન ભરનારની ૫ મિલકત સીલ કરતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.ત્યારે સાણંદ તાલુકાની વર્ષો જૂની પ્રતિષ્ઠિત સંસ્થા જેડીજી હાઈસ્કૂલનો ૨૩ લાખ ઉપરાંતની રકમનો મિલકત વેરો બાકી હોવાને કારણે શાળામાં સીલ મારી દેતા ૩૫૦ વિદ્યાર્થિનીઓનું ભવિષ્ય જાેખમાયું છે. સાણંદની ભગિની સમાજ ટ્રસ્ટ સંચાલિત જડીબા સંસ્કાર કન્યા વિદ્યાલય જેને લોકો જેડીજી હાઈસ્કૂલના ટૂંકા નામે ઓળખે છે. સાણંદ અને નળકાંઠા અતિ પછાત વિસ્તારોની વિદ્યાર્થિનીઓ માટે આ સંસ્થા આશીર્વાદ રૂપ છે ત્યારે ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી મિલકત વેરો નહિ ભરવામાં આવતા વેરાની રકમ ૨૩ લાખને આંબી ગઈ છે ત્યારે પાલિકાએ શુક્રવારે જેડીજી હાઈસ્કૂલ સહીત આ ટ્રસ્ટને સંલગ્ન અન્ય સંસ્થાઓ ખાદીકેન્દ્ર અને વિશ્વવત્સલ હોસ્પિટલના પણ મિલકત વેરા બાકી હોવાને કારણે આ સંકુલોને પણ સીલ મારી દેવાયા છે. આ સંસ્થા સરકારી ગ્રાન્ટેડ શાળા છે અને અહી કોઈ ફી લેવામાં આવતી નથી. અને ટ્રસ્ટની કોઈ પણ આવક છે નહીં ત્યારે આટલી મોટી જંગી રકમનો વેરો ભરવા સક્ષમ નથી ત્યારે કન્યા કેળવણી ક્ષેત્રે તાલુકામાં આશીર્વાદ રૂપ કામ કરતી આ શાળાનો વેરો માફ કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *