Gujarat

સાણોદરમાં વાડીના સ્ટોરમાંથી ૬૫ લાખથી વધુની ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો

 

ભાવનગર
કાળિયાબીજ શીવપાર્કમાં રહેતા અને હાલ સાણોદર ગામે નિવૃત્ત જીવનગાળતા રામદેવસિંહ જીલુભા ગોહિલે ઘોઘો પોલીસ મથકમાં ફિરોઝ કાસમભાઈ સોલંકી, ઈરફાન કાસમભાઈ સોલંકી, મુખ્તાર મુસ્તુફાભાઈ સોલંકી (ત્રણેય રહે. સાણોદર, તા. ઘોઘા) અને નારણ સાદુળભાઈ ભરવાડ (રહે. સથરા, તા. તળાજા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ભાઈ નરેન્દ્રસિંહ કોન્ટ્રેક્ટર તરીકેનું કામ કરે છે અને બુધેલ થી બોરડા વચ્ચે પાઈપલાઈનનો કોન્ટ્રેક્ટ તેમની પાસે હોય જે માટેનો જરૂરી સામાન તેમની સાણોદર ગામની વાડીમાં ફેન્સિંગ કરેલા ખુલ્લા સ્ટોરમાં રાખેલો હતો જ્યાં તેઓ દેખરેખ કરતા અને નારણ ભરવાડ નામનો ચોકીદાર પણ રાખ્યો હતો. ગત તા. ૯/૧ થી ૫/૨ વચ્ચેના સમયગાળા દરમિયાન તેઓ ભત્રીજીના લગ્ન પ્રસંગે કચ્છ ગયા હતા ત્યારે તેમના સ્ટોરમાંથી રૂ. ૬૫,૩૪,૪૮૭ની કિંમતના સ્લુઝ વાલ્વ, એરવાલ્વ અને ફ્લાન્જની ચોરી થઈ હતી. આ સમયગાળા દરમિયાન ઘોઘા પોલીસે ચોરીનો શંકાસ્પદ માલ પકડ્યો હોવાની તેમને જાણ થતાં પોલીસનો સંપર્ક કર્યો હતો જ્યાં ઉક્ત તેમના સ્ટોરના ચોકીદાર નારણ ભરવાડે તેમના સ્ટોરમાં રાખેલા ઉક્ત ફિરોઝ, ઈરફાન અને મુખ્તારને આ માલ આપી ચોરીમાં મદદ કરી હોવાનું જાણવા મળ્યું હતું.ઘોઘા તાબેના સાણોદર ગામની સીમમાં આવેલી વાડીના ખુલ્લા સ્ટોરમાં પાઈપલાઈન ફીટ કરવા માટેના જુદાં-જુદાં પ્રકારના રૂ. ૬૫ લાખથી વધારેની કિંમતના વાલ્વની ચોરી કરનારા ત્રણ તથા ચોરીમાં મદદ કરનારા સ્ટોરના ચોકીદારને ઘોઘા પોલીસે ઝડપી લીધાં છે.

65-lakh-stolen-from-open-store.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *