Gujarat

સાપુતારાના માલેગામ ઘાટમાર્ગ પર ટ્રક પલટી જતાં માલ સામાનનું જંગી નુકશાન થયું

નવસારી
ડાંગ જિલ્લામાં પ્રવેશતા અને બહાર નીકળવા માટે સાકળા ઘાટમાંથી પસાર થવું પડે છે. તેવામાં હેવી વેહિકલ શ્રેણીમાં આવતા ટ્રક હાકવામાં જરા અ મસ્તી ભૂલ ભારે પડી શકે છે. ત્યારે ચાલકો જાે વાહન હકવામાં ગફલત કરે તો ભારે અકસ્માત થયા છે. ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે હાલમાં થયેલા અકસ્માતમાં જાનહાનિ થઇ નથી.મહારાષ્ટ્રનાં પૂણે તરફથી માલસામાનનો જથ્થો ભરી રાજકોટ તરફ જઈ રહેલ ટ્રક.નં.(જીજે-૧૩-એટી-૪૧૪૦)જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં ચાલક દ્વારા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડમાં પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટ્રક સહિત માલ સામાનનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.

The-road-was-blocked-when-the-truck-overturned.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *