સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગના ચાર વર્ષથી ગ્રેડ પે સહીત ત્રણ મુખ્ય પડતર માંગણીઓને લઈને આજથી ૬૦૨ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. આ અંગેની વિગત એવી છે કે સાબરકાંઠા જીલ્લાના આઠ તાલુકામાં ૪૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૧૯૨ સબ સેન્ટરમાં ફરજ બજાવતા મલ્ટી પરપઝ હેલ્થ વર્કર્સ, ફીમેલ હેલ્થ વર્કર્સ, મલ્ટી પરપઝ હેલ્થ સુપરાઈઝર, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર, તાલુકા હેલ્થ સુપરાઈઝર, તાલુકા હેલ્થ વિજીટર સહિતના ૬૦૨ આરોગ્ય કમર્ચારીઓની ચાર વર્ષથી પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. ગ્રેડ પે સહિતની મુખ્ય ત્રણ માંગણીઓ ચાર વર્ષથી પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતારવા અંગે સાબરકાંઠા જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળ ધ્વારા પ્રમુખ આશિષ બારોટ,મુખ્ય કન્વીનર વિશાલ પરમાર,મહામંત્રી પીયુષ પટેલ સહીત પ્રતિનિધિઓએ શુક્રવારે હિમતનગરમાં જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા આરોગ્ય અધિકારી અને કલેકટરને આવેદનપત્ર આપી જાણ કરી હતી. ઘરે-ઘરે જઈને આરોગ્યલક્ષી કામગીરી અને સેવાઓ આપતા અને ૧ થી ૫ વર્ષના બાળકોનું વેક્સીનેશન, કોવીડ વેક્સીનેશન, સ્કુલમાં વિધાર્થીઓને વેક્સીનેશન,,મેલેરિયા,ડેન્ગ્યુ જેવી સર્વેલન્સની કામગીરી કરતા ૬૦૨ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટર પર કામગીરીમાં અસર જાેવા મળશે.
