વરસો પહેલા ગરવા ગિરનાર પર નાગાબાવા શંકરગીરી મહારાજ તપસ્યા કરતા હતા ભભૂતી ધારી તપસ્વી શંકરગીરી મહારાજ ને એક ભક્ત ના આગ્રહ થી પ્રાંતિજ તાલુકાના સોનાસણ-નનાનપુર મધ્યમા આવેલ જંગલ જેવા વિસ્તાર મા એકાત વાસમાં તપજપ કરવા આવેલા અને એ વખતે વર્ષો પહેલા અહી દત્ત ધૂનો ધપાવી તપસ્યા ભજન ચાલુ કરતા આજુબાજુના વિસ્તાર માંથી ભકતો આવતા માંડયા હતા અને બાપુ એ ભકતોના સહકાર થી વર્ષો પહેલા દત્ત મંદિર બનાવી વિવિધ ધાર્મિક કાર્યક્રમ કર્યા પછી તો તપસ્યા ના બળે ભવ્ય ધર્મશાળા પણ બનાવવામા આવી હતી અને ભક્તિ ની મિશાલ ઝળહળતી અને આજે ભવ્ય દત્ત ભવન સહિત ના મકાનો બની જતા વિવિધ ધાર્મિક ઉત્સવો , ભંડારા ,મહા પ્રસાદ ના , આયોજનો થાય છે સ્વ.બાબુભાઈ નાયી નનાનપુર વારા સહિત ના ભકતો એ બાપુ ને સેવા અને સહકાર આપ્યા બાદ જંગલમા મંગલ થયુ છે અને આજે અંહી વિશાલ દત્ત મંદિર તેમજ પારેશ્વર મહાદેવ નુ વિશાળ મંદિર પણ આવેલ છે અને વર્ષો પહેલા અહી માત્ર જંગલ હતુ અને તપસ્વી શંકર ગીરી મહારાજ અહી તપ કરવા માટે આવતા આજે દત્ત મંદિર , શિવ મંદિર સાથે હરિયાળી જોવા મળે છે અને દત્ત મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો થાય છે અને ભક્તિ ની મિશાલ ઝળહળી અને આજે ભવ્ય દત્ત ભવન જોવા મળે છે તો ભભૂતી ધારી તપસ્વી શંકર ગીરી મહારાજ નું દેહાંત થયુ અને તેમના ગુરૂભાઇ ત્રિવેણી ખીલી ને શંકર ગીરી મહારાજ ની ગાદી શોપાઇ અને ત્રિવેણી ગીરી મહારાજ દ્રારા સુંદર સેવા સુંદર આયોજન ધાર્મિક કાર્યક્રમો નો પ્રવાહ આગળ ધપાવતા વાર તહેવાર સહિત ભજન કિર્તન કાર્યક્રમ યોજાય છે તો શંકરગીરી મહારાજ ની સમાધી સ્થળ ઉપર પણ હાલ કામ ચાલી રહ્યુ છે અને આજુબાજુના ગામજનો સહકાર આપી રહ્યા છે ત્યારે અહી દર્શન કરવા આવનાર ભક્તો ની બધીજ મનોકામના પૂર્ણ થાય છે દત્ત કુપા બની રહે છે
ઉમંગરાવલ સાબરકાંઠા6353933736