પ્રાંતિજ ખાતે કોંગ્રેસ ની પરિવર્તન યાત્રા સવાર ના ૧૧ વાગ્યા ની જગ્યાએ બપોરના ૩|૩૦ કલાકે આવી તો કોંગ્રેસ કાર્યકરો આગેવાનો બપોર સુખી ખડેપગે ઉભા રહ્યા હતાને કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા ને આવકારી હતી અને ભવ્ય સ્વાગત કર્યુ હતુ તો યાત્રા લઇ ને આવેલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સભા મા ભાજપ ઉપર શબ્દો ના પ્રહાર કર્યા હતા અને નફટ ના પેટના , લુખાઓને ઈંટનો જવાબ પથ્થર થી મળશે અને કોંગ્રેસ સત્તામા આવશેતો મારી બહેનોને ગેસ ની બોટલ હાલ ૧૧૦૦ ની છે તે ૫૦૦ તથા લાઇટ બીલ મા ૩૦૦ યુનિટ સુધી બીલ તથા કોરોના મા મૃત્યુ પામેલ પરિવાર ને ૪ લાખ ની સહાય તથા કોરોના મા મૃત્યુ પામેલ પરિવાર ના એક સભ્ય ને સરકારી નોકરી આપીશુ તો આ સરકાર માં વેપારીઓ અને રીક્ષા વાળા બોલી પણ શકતા નથી જયારે રેલ્વે , એરપોર્ટ , એલઆઈસી , કોંગ્રેસે ઉભુ કરેલ પણ પોતાના મોજશોખ માટે બધુ વેચી નાખ્યુ ત્યારે આ વખતે ૧૨૫ સીટો આવશે તો ઠેરઠેર સ્વાગત ને લઈ ને પરિવર્તન યાત્રા મોડી આવતા કોંગ્રેસ કાર્યકરો આગેવાનો અને કોંગ્રેસ પરિવાર ના લોકોની માફી પણ માંગી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા પ્રમુખ કૌશિકભાઇ પટેલ , મહાવીર સિંહ બાપુ , રેખાબેન સોલંકી , નૂતન ભાઇ પરમાર , મનહરભાઇ પરમાર , નિરૂબેન પટેલ સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો અને કોંગ્રેસ ના ટીકીટ ની માંગ કરેલ ઉમેદવારો તથા તેમના સમર્થકો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
બાઈટ – જગદિશ ઠાકોર, પ્રમુખ, પ્રદેશ કોંગ્રેસ સમિતિ