ભુજ
મૂળ રાજકોટ તરફના અને હાલે સામખીયાળીમાં રહેતો સુરેશ દેવીપૂજક પોતે માતાજીનો ભુવો હોવાનું અને ઘરના માહોલથી બહાર નીકળી ગયો હતો અને અકસ્માતનો ભોગ બની ગયો હતો. અલબત્ત સામખીયાળી ૧૦૮ એમયુલન્સના ઇએમટી નરેન્દ્રભાઈ પાયલોટ અસગર કુરેશીએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તાકીદની સારવાર આપી યુબકનો જીવ બચાવી લીધો હતો અને તેને વધુ સારવાર માટે ભુજ ખસેડ્યો હતો. બનાવની ગાંધીધામ રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે યુવક નશાની હાલતમાં માલગાડીના ટ્રેક પર જઈ ચડતા દુર્ઘટનાનો ભોગ બન્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.ભચાઉ તાલુકાના સામખીયાળી ગામે સુરેશ દેવીપૂજક નામનો યુવક રેલવે ટ્રેક પસાર કરતી વખતે માલગાડીની હડફેટે ચડી ગયો હતો. જેના કારણે તેના બંન્ને પગ કપાઈ જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ભારે લોહી પણ વહી ગયું હતું. બનાવના પગલે માલગાડીના પાયલોટ દ્વારા તુરંત ગાડી ઉભી રાખી દેવામાં આવી હતી અને સ્ટેશન માસ્તરને જાણ કરવામાં આવી હતી. ઘાયલને તાત્કાલિક અસરથી ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા તાકીદની સેવા આપી ભચાઉ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની પ્રાથમિક સારવાર બાદ વધુ ઈલાજ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો.
