Gujarat

સામખીયાળી શાળાના આચાર્ય જાતે જ શાળાને સ્વચ્છ કરતા જાેવા મળ્યા

ભુજ
સામખીયાળી ગામે શાળાના આચાર્ય શાળા સંકુલ પાસે પડેલો મલબો જાતે જ ઉપાડી દૂર ખસેડતા જાેવા મળ્યા હતા. ગામની કુમાર શાળાના આચાર્ય કુરેશી સાહેબ દ્વારા મજૂરના અભાવે શાળાના આવાગમન પર અડચણરૂપ કાટમાળને ટ્રેકટર ટ્રોલીમાં ભરવામાં આવ્યો હતો. આ વિશે શાળાના આચાર્યે શાળાઓને સ્વચ્છ રાખવા અપીલ કરી કહ્યું હતું કે શાળા એ વિદ્યામંદિર છે, માટે તેમાં સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે અને એટલે જ આ સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું. સમાજમાં માતા પિતા પછી જાે કોઈનું સ્થાન માનવીના જીવનમાં રહેલું છે તો એ ગુરૂનું છે અને ગુરુ એટલે જે તેમના છાત્ર કે સેવકને સાચો માર્ગ બતાવે. આવું જ કંઈક ઉદાહરણ આજે સામખિયાળી ગામે શાળાના આચાર્યએ પૂરું પાડ્યું હતું. જેમણે જાત મહેનતે જ શાળા પાસેનો મલબો ભરી ભરીને ટ્રેક્ટરમાં ઠાલવ્યો હતો અને સંકુલથી દુર ખસેડ્યો હતો. ગ્રામ પંચાયતે ટ્રેક્ટરની સેવા પૂરી પાડી હતી. કુમાર શાળાના આચાર્ય કુરેશી સાહેબ દ્વારા આ સિવાયના અનેક કાર્યો શાળાની શોભા વધારવા માટે કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *