મકસુદ કારીગર,કઠલાલ
કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શ્રી કે. એસ. આર્ટસ એન્ડ વી એમ. પારેખ કોમર્સ કોલેજના હુસેનબાઇ જાબીરભાઇ મહેતા સભાગૃહમાં સામાજિક વનીકરણ રેન્જ- કપડવંજના ઉપક્રમે ૭૩મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ કપડવંજ – કઠલાલના ધારાસભ્ય કાળુસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ તેમના પ્રવચનમાં ઉપસ્થિત તમામ લોકોને ઔદ્યોગિકરણના અને ગ્લોબલ વોર્મિંગ ના આ સમયમાં પર્યાવરણના જતન માટે તથા સારા સ્વાસ્થ્ય માટે વધુમાં વધુ પ્રમાણમાં ઔષધીય પ્રકારના વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખ મંગુબેન ઝાલા , કપડવંજ તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમીલાબેન, મામલતદાર-કપડવંજ, સો મિલ એસોસીએશનના આગેવાન શંકરભાઇ, એ. પી.એમ. સી. ના ચેરમેન નિલેશભાઇ, કપડવંજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્ એલ. એસ. ઝાલા, કપડવંજ કેળવણી મંડળના આગેવાનો, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો કર્મચારી ગણ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ, રેન્જ ફોરસ્ટ ઓફિસર-કપડવંજ,વન વિભાગનો કમૅચારીગણ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


