જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજ દ્વારા માસિક નિરીક્ષણના ભાગરૂપે શહેરના ઇવીએમ વેરહાઉસની મલાકાત લઇ આગામી સામાન્ય સભાની ચૂંટણીઓ માટે ઇવીએમના એફએલસી માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લા કલેક્ટરે વેરહાઉસમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક ચેક કર્યું હતું. તેના ફૂટેજને સતત ઓફિસમાં વેબકાસ્ટ કરવા સુચના આપી હતી. તેઓએ વેરહાઉસ રજિસ્ટર, સ્ટેશનરી પણ તપાસ્યા હતા તેમજ અને તમામ રજિસ્ટર અપડેટ જણાવ્યુ હતું. ઉપરાંત વેરહાઉસમાં એફએલસી મેન્યુઅલ અને એફએલસી દરમિયાન કોઈ પણ મોબાઈલ ફોનને મંજૂરી ન હોવી જોઈએ તેની ખાતરી કરવા અને એફએલસી માર્ગદર્શિકાના કડક અમલીકરણની ખાતરી કરવાનું કહ્યું હતું. સીઈઓ ઓફિસના માર્ગદર્શન મુજબ વેરહાઉસના ઇન્ડોર અને એફએલસીની જગ્યાએ યોગ્ય રીતે જોડાયેલ છે તેની તપાસ કરી એફએલસી દરમિયાન મૂળભૂત સુવિધાઓ જેવી કે, વીજળી, પીવાનું પાણી વગેરે સુનિશ્ચિત કરવા માટે પણ સૂચના આપી હતી.

