Gujarat

સાળંગપુર મંદિરમાં દાદાના સિંહાસનને ત્રિરંગાનો શણગાર કરાયો

બોટાદ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ભીમ અગિયારસ એને શનિવારના પવિત્ર દિન નિમિતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા દાદાના સિંહાસનને હજારીગલ, મોગરો વિવિધ ફૂલોથી ત્રિરંગાનો શણગાર કરી શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. બોટાદ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા તેમજ પોલીસ દ્વારા દાદાને છપ્પનભોગ અન્નકૂટ ધરવામાં આવશે. ત્યારે પોલીસની આ કામગીરી ખુબ જ પ્રસંસનીય છે. દાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા. તથા દાદાના સિંહાસનને હજારીગલ, મોગરો વિવિધ ફૂલોથી ત્રિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ભીમ અગિયારસ અને શનિવારના પવિત્ર દિન નિમિત્તે દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ દાદાના સિંહાસનને હજારીગલ, મોગરો સહિતના વિવિધ ફૂલોથી ત્રિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો.

The-throne-was-decorated-with-various-colors-of-tricolor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *