Gujarat

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને લીલી દ્રાક્ષ નો દિવ્ય શણગાર કરાયો..

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને એકાદશી નિમિત્તે આજરોજ તારીખ ૧૨-૨-૨૦૨૨ ને શનિવારના રોજ પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણા થી એવં કોઠારી શ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદા ને લીલી દ્વાક્ષના વાધાનો દિવ્ય શણગાર સાથે સિંહસન ને લીલી,કાળી દ્રાક્ષ થી ભવ્ય અને દિવ્ય શણગાર કરવામાં આવેલ તથા મંગળા આરતી માધવસ્વામી દ્વારા એવં શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને દ્રાક્ષ નો અન્નકૂટ  ધરાવી અન્નકુટ આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(થાણાવાળા) દ્વારા કરેલ જેમાં લીલી કાળી વિવિધ પ્રકારની દ્રાક્ષ ધરાવવામાં આવેલ હજારો હરીભક્તો એ આ અનેરા  દર્શનનો ઓનલાઈન તથા પત્યક્ષ લાભ લઈ ધન્યતા નો અનુભવ કરેલ..

IMG-20220212-WA0219.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *