Gujarat

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ ને કુદરતી સૌદર્યનો અદભૂત શણગાર કરવામાં આવ્યો  

શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ધનુર્માસ અંતર્ગત તા.24-12-2022ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર ધરાવી કુદરતી સૌંદર્યનો શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તેમજ 7:00 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20221224-WA0083.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *