Gujarat

સાવરકુંડલાના આંબરડી ખાતે નવ નિયુક્ત ધારાસભ્ય મહેશ કસવાળા ગ્રામજનોના આભાર દર્શન માટે પહોંચી આભાર વ્યક્ત કર્યો.. ધારાસભ્ય મહેશ કસવાળાનું ગ્રામજનોએ બેન્ડ બાજા સાથે ઉષ્માભેર સ્વાગત કર્યું.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
મતોની થયેલ ખરીદી મુદ્દે ધારાસભ્ય કસવાળાએ આડકતરી રીતે પ્રહાર કરી નારાજગી વ્યક્ત કરી.
ભાજપને મત આપ્યા છે તેના માટે તો કામ કરીશ જ…પણ મને માટે નથી આપ્યા તેમના માટે પણ કામ કરતો રહીશ : મહેશ કસવાળા..
સા.કુંડલા – લીલીયા વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામેલ ચૂંટણી જંગમાં ૩૫૦૦ મતોના માર્જિનથી ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠક ઝુંટવી લઈ ભાજપના મહેશ કસવાળા જીત મેળવી હતી, જીત બાદ ધારાસભ્ય શ્રી કસવાળા સા.કુંડલા – લીલીયા મત વિસ્તારના ગામે ગામ મતદારોનો આભાર વ્યક્ત કરવા પહોંચી રહ્યા છે.  ચૂંટણીના પ્રચાર સમયે ગામડા ખૂંદી વળ્યા બાદ પ્રજાએ આપેલ પ્રેમ અને વિશ્વાસને સાર્થક કરવા ધારાસભ્ય મહેશ કસવાળા હંમેશા એક સાચા લોક નાયક બની આગામી પાંચ વર્ષ સુધી જનતાની સેવામાં હાજર રહી ખેડૂત,વેપારીઓ, નોકરિયાતો, મજુરો સહિત તમામ વર્ગના પ્રશ્નોને વાચા આપવા કટિબદ્ધ હોવાનો લોકોને પોતાના આભાર દર્શન કાર્યક્રમમાં ખાતરી આપી મતદારોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. આંબરડી ખાતે ધારાસભ્ય મહેશ કસવાળા આભાર દર્શન માટે પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ બેન્ડ બાજા સાથે શણગારેલ બળદ ગાડામાં બેસાડી સહકારી મંડળીની કાર્યક્રમ સ્થળ સુધી પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું.
આભાર દર્શન વેળાએ ધારાસભ્ય શ્રી મહેશ કસવાળા એ જણાવ્યું હતું કે મને મળેલ જીતના સાચા હકદાર લોકો છે, લોકોનો વિશ્વાસ મારા માથા પર મૂકું છું, જેમણે ભાજપને મત આપ્યા છે તેમના માટે તો કામ કરીશ જ, પરંતુ જેમણે મને મત નથી આપ્યો તેમના માટે પણ હંમેશા કામ કરતો રહીશ તેવું નિખાલસ ભાવે શ્રી કસવાળાએ જણાવ્યું હતું. ધારાસભ્ય કસવાળા મતોની થતી ખરીદીને લઈ આકરા શબ્દોમાં પ્રહારો કરતા જણાવેલ કે ગત ચૂંટણીમાં કેટલાક લોકોએ પૈસાથી મતોની ખરીદી કરી લોકશાહીને મોટી ઠેસ પહોંચાડી છે જેનો હું વિરોધી છું તેવું કૃત્ય કરનાર લોકોને સાવચેત રહેવા આડકતરી રીતે કટાક્ષમાં જણાવ્યું હતું. આંબરડી ખાતે આભાર દર્શન કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રી મહેશ કસવાળા સાથે અમરેલી જિલ્લા સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, સા.કુંડલા એપીએમસી ના ચેરમેન શ્રી દિપકભાઈ માલાણી, અતુલભાઇ બોરાલા, પરબત બાપા માલાણી જી. પં.સદસ્ય શરદભાઈ ગૌદાની,જી. પં.સદસ્ય લાલજીભાઈ મોર, સરપંચ પ્રેમજીભાઈ બગડા,પૂર્વ સરપંચ બાબુભાઈ માલાણી, પૂર્વ ઉપસરપંચ બાવચંદ ભાઈ ચોડવડિયા, સહિત આસપાસના ગામોના સરપંચો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..

IMG-20221227-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *