સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સમજાતું એ નથી કે ખરેખર કોની રજૂઆતથી રસ્તા સમારકામની કામગીરી થાય છે ? તંત્ર દ્વારા તો એની ફરજ નીભાવવાની જ હોય..પરંતુ લોકો અવઢવમાં છે કે આ રોડ રસ્તાનું સમારકામ કોની રજૂઆતથી થાય છે..? કોંગ્રેસના પ્રતિનિધિઓ કહે છે કે ધારાસભ્ય શ્રી એ સંકલન સમિતિમાં રજૂઆત કરતાં નેશનલ હાઈવે ઓથોરિટીએ રસ્તાનું સમારકામ હાથ ધર્યું. તો ભાજપના પ્રતિનિધિઓ એમ કહે છે કે સાંસદની સૂચના સંદર્ભે આ કામગીરી થઈ રહી છે. જો કે આમ જનતાને સમારકામથી કામ છે. લોકો તો વ્યંગમાં એમ કહેતાં જોવા મળે છે કે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એટલે તંત્ર સફાળું સાબદું થયું છે. લોકો તો એવું પણ કહે છે કે દર વર્ષે ચૂંટણી આવતી હોય તો કેવું સારું.. પરંતુ ખૈર જે હોય તે આપણે તો રસ્તાનું સમારકામ થયું એ જ પર્યાપ્ત છે. કોની રજૂઆતથી થયું તેનો નિર્ણય તો લોકો પર છોડી દઈએ. કારણ કે હવે ભારતને આઝાદ થયે પંચોતેર વર્ષ થયાં છે એટલે અમૃત મહોત્સવ અંતર્ગત લોકો પણ હવે સમજદાર તો થઈ ગયા જ છે. ચાલો આપણે તો બંનેની રજૂઆતને બિરદાવીએ.. આવીને આવી રજૂઆત થાય અને લોકોના પ્રાણપ્રશ્રનોને પણ વાચા મળે.. નાવલી નદી પુનઃ પ્રવાહિત થાય અને નાવલી નદીમાં બેસતી શાકમારકેટનું યોગ્ય આરોગ્યપ્રદ સ્થાને નિર્માણ થાય. એની પણ રજૂઆત યુધ્ધના ધોરણે થાય અને યુધ્ધના ધોરણે શહેરની શાકમાર્કેટ માટે ચૂંટણી પહેલાં કોઈ નિર્ણય થાય.. થશે ખરો??લોકો અવઢવમાં..
