અમરેલી
અમરેલીના સાવરકુંડલામા ખાદી કાર્યાલય વિસ્તારમા ભરવાડ શેરીમા રહેતા પ્રવિણભાઇ રામજીભાઇ સોલંકીએ આ બારામા આસામમા રહેતા સુએલ અહેમદ લશ્કર નામના શખ્સ સામે સાવરકુંડલા શહેર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે આ શખ્સ સાથે તેને સોશ્યલ મિડીયા મારફત પરીચય થયા બાદ એકાદ વર્ષ પહેલા તેણે સોપારી વેચવાની વાત કરી હતી. જેથી તેઓ માલ જાેવા માટે રૂબરૂ આસામ ગયા હતા. આ શખ્સે તેણે મિઝોરમ ખાતે લઇ જઇ સોપારીનો જથ્થો બતાવ્યો હતો. રૂપિયા ૧૬ લાખમા સોપારીનો જથ્થો ખરીદવાનુ નક્કી થયુ હતુ. જે પેટે તેમણે પોતાના કૌટુંબિક ભાઇને ફોન કરી આ શખ્સના ખાતામા રૂપિયા ૧૦ લાખની રોકડ રકમ ટ્રાન્સફર કરાવી હતી. જયારે બાકીની રકમ સોપારીનો જથ્થો મળ્યા બાદ આપવાની હતી. ત્યારબાદ આ શખ્સનો ફોન બંધ આવ્યો હતો. તેમણે જે તે સમયે આસામ પોલીસ સમક્ષ દોડી જઇ ફરિયાદ આપી હતી પરંતુ તેમણે સાવરકુંડલામા ફરિયાદ આપવાનુ કહી તેમને વળાવી દીધા હતા. છેલ્લા આઠ માસથી આ વેપારીએ પોલીસ મથકના ધક્કા ખાધા પરંતુ પોલીસે માત્ર નિવેદનો લીધા પરંતુ કોઇ ગુનો ન નોંધ્યો આખરે તેમણે સાવરકુંડલા કોર્ટમા ફરિયાદ કરતા અદાલતે પોલીસ તપાસનો હુકમ કર્યો હતો.સાવરકુંડલાના એક વેપારીએ આસામના શખ્સ પાસેથી સોપારી ખરીદવાનો સોદો કર્યો હોય રૂપિયા ૧૦ લાખની રકમ ચુકવ્યા બાદ આ શખ્સે સોપારી નહી મોકલી છેતરપીંડી આચરતા સાવરકુંડલા પોલીસ મથકમા ગુનો નોંધાયો છે.
