Gujarat

સાવરકુંડલાના સિનિયર જર્નાલિસ્ટ અને પ્રેસ ક્લબ સાવરકુંડલા દ્વારા સાવરકુંડલા ડાયમંડ એસોસિયેશનના નવનિયુક્ત પ્રમુખ કરશનભાઈ ડોબરીયાને અભિનંદન સાથે આવકાર્યા.. સાવરકુંડલા ડાયમંડ ક્ષેત્રે હવે હરણફાળ ભરશે..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)

હાલમાં મળેલ અમરેલી જિલ્લા ડાયમંડ એસો. દ્વારા સાવરકુંડલાના જાગૃત નાગરિક અને સરળ ઉદ્યોગકાર શ્રી કરશન ભાઈ ડોબરીયાની સાવરકુંડલા ડાયમંડ એશો. ના પ્રમુખ તરીકે વર્ણી થવા પામતા સાવરકુંડલા ના પ્રેસ કલ્બ ના હોદેદારો અને સિનિયર જર્નલિસ્ટો દ્વારા કરશન ભાઈ ને અભિનંદન આપવા માં આવ્યા હતા કરશન ભાઈ ડોબરીયા સરળ વ્યક્તિવઃ ધરાવતા ખૂબ સાલસ માણસ છે અને સૌને સાથે લઈને ચાલવાનો તેનો અભિગમ પણ ખરેખર ખૂબ પ્રશંસનીય છે. આવા સરળ, સાલસ, સંવેદનાથી સભર, મિલનસાર વ્યક્તિને ડાયમંડ એસોસિયેશનનું પ્રમુખપદ મળે એ સાવરકુંડલા ડાયમંડ ક્ષેત્રે સંકળાયેલા તમામનું સૌભાગ્ય જ ગણાય. આમ યોગ્ય વ્યક્તિની યોગ્ય સ્થાને નિયુક્તિ થતાં પ્રેસ ક્લબના શ્રી મહેન્દ્ર બગડા, સૂર્યકાંત ચૌહાણ, કેતન બગડા, દિલીપ જીરુકા, હરેશ ખુમાણ તથા પ્રેસ ક્લબના મુખ્ય હોદ્દેદાર ઇકબાલ ગોરી, નાસીર ચૌહાણ, પાંધી સર, ઈંદ્રિશ જાદવ, યશપાલ વ્યાસ, મયુર ટાંક, કેયુર વ્યાસ, રવિન્દ્ર જાદવ સાહિલ શેખ, યોગેશ ઉનડકટ, દિપક પાંધી , જીગ્નેશ ગળથીયા, સુભાષ સોલંકી, રાહુલ બગડા પ્રિયંક પાંધી સહિતના પ્રેસ કલ્બના સદસ્યો અને હોદેદારોએ સરળ માનસના આદમી કરશનભાઈ ડોબરીયાને ડાયમન્ડ એસો. ના પ્રમુખ થવા બદલ અભિનંદન પાઠવી તેમના ઉજ્જ્વળ ભવિષ્યની કામના પણ કરી હતી..

IMG-20220228-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *