સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
પ્રવાસનો શોખ વિદ્યાર્થી અવસ્થામાં વિકસાવ્યો હોય તો મોટાપણે માનવી પ્રવાસથી કંટાળતો નથી .પ્રવાસ એ તો હૃદય, મન અને આત્માને વિશાળ ,ઉદાર અને દ્રઢ બનાવનારી ઉદ્દાત પ્રવૃત્તિ છે.
સાહસિકતા ,સહિષ્ણુતા માનવતા, વ્યવહાર કુશળતા અને નિયમિતતા જેવા જીવન ઘડતરના મૂલ્યવાન ગુણો પ્રવાસ દ્વારા ખીલે છે.વિદ્યાર્થીઓમાં સૌંદર્ય દ્રષ્ટિ વિકસે છે. આવા જ એક પ્રવાસનું સાવરકુંડલાની સરકારી શાળા પે સેન્ટર શાળા નંબર ૧ માં આયોજન થયું હતું. જેમાં ૮૫ વિદ્યાર્થીઓ અને ૭ શિક્ષકોએ પ્રવાસની મજા માણી હતી. એક દિવસના પ્રવાસમાં વિદ્યાર્થીઓએ જુનાગઢના વિવિધ ઐતિહાસિક, ધાર્મિક, મનોરંજન ,વૈજ્ઞાનિક સ્થળોની મુલાકાત લીધી હતી જેમાં સૌથી પહેલા ફન વર્લ્ડની મુલાકાત લીધી હતી જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ રાઈડઝની મજા માણી હતી. ત્યારબાદ સાયન્સ મ્યુઝિયમમાં વિજ્ઞાનના વિવિધ પ્રયોગો નિહાળ્યા હતા. તેમજ 3d પિક્ચર જોવાની મજા માણી હતી. ત્યારબાદ ભારતીબાપુના આશ્રમ ખાતે ભોજન પ્રસાદ લીધો હતો ત્યારબાદ ગિરનાર તળેટીમાં વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રિય એવા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. જેમાં સિંહ, વાઘ ,દીપડો હિપોપોટેમસ જેવા વિવિધ પ્રાણીઓ જોઈને બાળકો ખુશ ખુશાલ થઈ ગયા હતા. ત્યારબાદ જૂનાગઢથી પરબધામની મુલાકાત લીધી હતી અને ત્યાં મંદિરના દર્શન કરી ભોજન લઈ સાવરકુંડલા પરત થયા હતા