સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————— સાવરકુંડલામાં આવેલ ગણેશવાડી ખાતે સમસ્ત સોસાયટીના રહીશો દ્વારા ગણેશ મંદિર બનાવવાનો સંકલ્પ કરેલ જેનું આજરોજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું આ તકે સંતો મહંતો દાતાશ્રીઓ અને ભક્તજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. કાનાતળાવ શિવદરબાર આશ્રમના પરમ પૂજ્ય ઉષામૈયા તેમજ માનવ મંદિરના સંત શ્રી ભક્તિરામબાપુની ખાસ ઉપસ્થિતિ હતી અને ભક્તજનોને ગણપતિ બાપાનો મહિમા જણાવી આશીર્વાદ પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સાવરકુંડલા તાલુકામાં આ પ્રથમ ગણેશ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે લગભગ તો જિલ્લામાં પ્રથમ નંબર આવે એવી શક્યતા છે. આ ગણેશ મંદિરના મૂર્તિના દાતાશ્રી માનવમંદિરના ભક્તિરામબાપુ હસ્તક બળવંતભાઈ મહેતા છે.


