Gujarat

સાવરકુંડલામાં બ્રહ્મપુરી ખાતે ગુજરાત એક્સ આર્મી મેન જવાનોની પડતર માંગણીઓના પ્રશ્ને મિટિંગ યોજાઈ. હવે જાગૃત થઈને સંગઠિત થઈને બુલંદ અવાજે પોતાની માંગણીઓ તંત્ર સમક્ષ રજૂ કરવાનો સમય છે. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલામાં બ્રહ્મપુરી ખાતે માજી સૈનિક સંગઠનનું એક સંમેલન યોજાયું હતું જેમાં રાજ્ય સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્રભાઈ નિમાવતના પ્રમુખ સ્થાને યોજાયેલા આ અમરેલી જિલ્લાનું માજી સૈનિક સંગઠન સંમેલનમાં મુખ્ય માંગણી સરકાર તરફથી પૂર્વ સૈનિકોને કે સુવિધાઓ આપવામાં આવતી તે પૂર્ણ પાલન થતું નથી ખાસ કરીને ૧૪ મુદ્દાની માગણી જે કે તે નો સંપૂર્ણ અમલ નહીં થતો હોય તે બાબતને ખાસ કરવામાં આવી હતી મુદ્દા ઉપર નજર કરીએ તો સાથણીની જમીન આપવી એક આર્મીમેનને સરકારી નોકરીમાં ૧૦% ફાળવણી કરવી આ તમામ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી અને આ બાબતની માંગણીઓ સરકારને વિનંતી સાથે વારંવાર કરેલી હોય છતાં પણ અમુક લોકોને તે માટેની એક્સ આર્મીમેનની માંગણી કરવાની આજે સાવરકુંડલા ખાતે આર્મીમેનની મિટિંગ યોજાઈ હતા. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા એક્સ આર્મીમેન પ્રમુખ સરફરાજ ભાઇ જુનાગઢ જિલ્લા પ્રમુખ એક્સ રમેશભાઇ પરમાર બોટાદ જિલ્લા એક્સ આર્મીમેન પ્રમુખ રતનસિંહ મકવાણા રાજકોટ જિલ્લા મહિલા પ્રમુખ અલકાબેન ગુજરાત મહિલા પ્રમુખ કલ્પનાબેન ભટ્ટ સહિતના એક્સ આર્મીમેન જવાનો હાજર હતા. આ તકે પ્રમુખ સાહેબે તેના પ્રાસંગિક ઉદ્બોધનમાં સંગઠન એ જ શક્તિ છે. અને હવે સમય આવી ચુક્યો છે સંગઠિત થઈને પોતાનો અવાજ બુલંદ કરવાનો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *